Western Times News

Gujarati News

ગંગુબાઈ કાઠિયાવાડી ૧૮ ફેબ્રુ. ૨૦૨૨ના રોજ રિલીઝ થશે

મુંબઈ, સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી’ને જાેવા માટે ફેન્સને હજી થોડી વધારે રાહ જાેવી પડશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. કોરોના મહામારીના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ કેટલીયવાર પાછી ઠેલાઈ છે અને હવે વધુ એકવાર નવી રિલઝ ડેટ સામે આવી છે.

થોડા મહિનાઓ પહેલા સંજય લીલા ભણસાલીએ જાહેરાત કરી હતી કે, ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થશે. પરંતુ હવે ભણસાલી પ્રોડક્શન તરફથી ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી’ હવે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગેની માહિતી આપતું પોસ્ટ શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, અમને જણાવતાં આનંદ થાય છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી’ની નવી રિલીઝ ડેટ આવી ગઈ છે.

સંજય લીલા ભણસાલી અને ડૉ. જયંતીલાલ ગડા ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ હવે ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. મહત્વનું છે કે, એસ.એસ.રાજમૌલીની ફિલ્મ RRR ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મ સાથે ક્લેશ ટાળવા માટે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના મેકર્સે રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે.

https://www.instagram.com/p/CWSaiTyMLAU/?utm_source=ig_web_copy_link

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અજય દેવગણે બંને ફિલ્મોની ટીમ વચ્ચે મધ્યસ્થી કરાવીને આ ફેરફાર કરાવ્યો છે.

અજયને લાગ્યું કે, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ઇઇઇ વચ્ચે ક્લેશ થતાં બંને ફિલ્મોની કમાણી પર અસર થશે. એટલે જ તેણે ફિલ્મના મેકર્સને આ વિશે વિચારવાનું કહ્યું હતું. અજય દેવગણ સંજય લીલા ભણસાલી અને રાજમૌલી બંને સાથે સારા સંબંઘો ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ બંને ફિલ્મોમાં જાેવા મળશે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં અજય દેવગણ નાના પણ મહત્વના રોલમાં છે. જ્યારે RRRમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ બંને સાઉથના સુપરસ્ટાર્સ સાથે કામ કરી રહ્યા છે.

RRRના ડાયરેક્ટર રાજમૌલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ પાછળ ખસેડવા માટે સંજય લીલા ભણસાલી અને જયંતીલાલ ગડાનો આભાર માન્યો હતો. તેમણે ટિ્‌વટ કરતાં લખ્યું, “જયંતીલાલ ગડા અને સંજય લીલા ભણસાલી દ્વારા રિલીઝ ડેટ પાછળ ખસેડવાના ર્નિણયની અમે પ્રશંસા કરીએ છીએ. અમે દિલથી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને શુભકામના આપીએ છીએ.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.