ગંધારી થી ડેભારી સુજલામ સુફલામ કેનાલના અંડર પાસ સ્ટ્રક્ચરમાંથી પાણી લીકેજ થતાં પાણીનો વેડફાટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/2502-virpur-1024x787.jpg)
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ રાજ્યના અનેક જીલ્લાઓ માટે જીવા દોરી સમાન છે કેમ કે શિયાળા તેમજ ઉનાળામાં ખેડૂતોને આ કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે
અને આ કેનાલ મારફતે રાજ્યના આઠ થી વધુ જીલ્લામાં ૨૦૦૮ થી પાણી આપવાની શરૂઆત થઈ હતી ત્યારે વિરપુર તાલુકાના ડેભારી ગંધારી રોડ પરથી આ કેનાલ પસાર થાય છે ત્યા કેનાલ નીચે અંડર પાસ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે જ્યાં સ્ટ્રક્ચર છે તેની આસપાસ તેમજ તેના અંદરથી જ પાણી લીકેજ થાય છે
અને અંડર પાસમાં જ્યારે પાણી છોડાય છે ત્યારે આ અંડરપાસની અંદર સતત કાયમી ધોરણે પાણીનો બહાવ જાેવા મળતો હોય છે અને રસ્તા ઉપર કાયમી ધોરણે પાણી ભરાઈ રહે છે છેલ્લા ૫ વર્ષથી સુજલામ સુફલામ કેનાલની આજ પરિસ્થિતિ જાેવા મળી રહી છે
જળ એ જ જીવનની કહેવત ને અહીંયા કોઈ જ લાગતું વળગતું ના હોય તેમ લાગે છે કેમ જે આ એક બે વખત થી નહીં પણ છેલ્લા કેટલાય વર્ષથી આજ પરિસ્થિતિ જાેવા મળી રહે છે એક તરફ શિયાળા તેમજ ઉનાળા ની સિઝન દરમિયાન ખેડૂત પોતાનો પાક પકવવા માટે પાણી માટે ચોતરફ વલખા મારે છે ત્યારે અહીંયાથી લીકેજ થતું પાણી તંત્ર કોઈ રાજકીય નેતા ને ધ્યાને આવતું નથી.*