ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે વ્લાદિમીર પુતિન, રાષ્ટ્રપતિ પદ પરથી આપી શકે છે રાજીનામું!-
મોસ્કો, રશિયા પર છેલ્લા 20 વર્ષથી સતત રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2021ની શરૂઆતના સમયગાળામાં પદ પર રાજીનામું આપી શકે છે. સૂત્રોઓ દાવો કર્યો છે કે પુતિનના રાજીનામાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેની બે દિકરીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ક પુતિન પાર્કિંસસની બિમારીથી પિડાઈ રહ્યા છે. હાલમાં આવેલા ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી બની છે.
મોસ્કોની રાજનીતિ વિજ્ઞાની વલેરી સોલોવેઇએ બ્રિટિશ અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે રશિયન રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ અને તેમની 2 દીકરીઓ પુતિનને રાજીનામુ આપવા માટે દબાણ કરી રહી છે. તેમણે જણાવ્યું છે કે ‘પુટિનનો એક પરિવાર છે અને તેનો રશિયન રાષ્ટ્રપતિ પર ઊંડો પ્રભાવ છે. પુતિન જાન્યુઆરીમાં સત્તા અન્ય કોઈને સોંપી શકે છે. તેમણે જણાવ્યું કે સંભવતઃ રાષ્ટ્રપતિ પાર્કિસન્સ સામે લડી રહ્યા છે અને તાજેતરની તેમની તસ્વીરોમાં આ બીમારીના લક્ષણો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.