Western Times News

Gujarati News

ગંભીર સ્થિતિ વચ્ચે કોચિંગ ક્લાસીસ ચાલી રહ્યા છે

School teachers Private coaching

પ્રતિકાત્મક

રાજકોટ: રાજ્યમાં સતત ફેલાઇ રહેલા કોરોના સંક્રમણને સ્થિતિ વધુ વિસ્ફોટક બની જાય છે. તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે કોચિંગ ક્લાસીસ ચાલતા હોવાનું આવ્યું સામે છે. આઈસીઈ એકેડમીમાં ક્લાસ શરૂ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલા નાણાવટી ચોકના એક કોમ્પલેક્સમાં ૧૦૦ થી વધારે બોલાવીને કોચિંગ ચલાવવામાં આવતા હોવાની પોલીસને માહિતી પ્રાપ્ત થઇ હતી. જેના આધારે આજે પોલીસની એક ટીમ ચેકિંગ માટે પહોંચી હતી. જ્યાં આઈસીઈ એકેડમીમાં ક્લાસ ચાલી રહ્યા હતા, ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને બેગ કે ચોપડા વિના આવવા માટે કહેવામાં આવ્યું હતું. તથા કોઇને જાણ ન થાય તે માટે બાઇક દૂર પાર્ક કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કલાસિસને બંધ કરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ૮ મહાનગરોમાં શૈક્ષણિક કાર્ય તથા ટ્યૂશન ક્લાસીસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો ત્યારે રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવી ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાથી અનેક વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની દહેશત જાેવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.