ગઈકાલના રાત્રીના ભૂકંપ પછી ૧૦ જેટલા આફટર શોક નોંધાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, કચ્છમાં ભૂકંપ આવ્યા પછી રાજયમાં તેની અસર વર્તાઈ હતી. પ ની તીવ્રતાના ભૂકંપે સૌની ઉંઘ ઉડાડી દીધી હતી. હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેતા નાગરિકો ડર ના માર્યા નીચે ઉતરી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા વધારે હતી પણ તેનો સમયગાળો ઓછો હોવાથી જાનમાલની કોઈ નુકસાની થઈ ન હતી. એક તરફ કોરોનાથી લોકો ફફડી રહયા છે ત્યારે ગઈકાલે રાત્રે ભૂકંપના આંચકાએ ભૂતકાળની યાદ તાજી કરાવી દીધી હતી. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને લોકો હજુ સુધી ભૂલ્યા નથી ગઈકાલે ભૂકંપ આવ્યા પછી લગભગ ૧૦ જેટલા નાના આફટર શોક આવ્યા હતા |
સામાન્ય રીતે મોટા ભૂકંપ પછી આફટરશોક આવતા હોય છે. કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યા પછી બે વર્ષ સુધી નાના મોટા આફટર શોક આવ્યા હતા પરંતુ ગઈકાલે જે પ્રકારે પ ની તીવ્રતાના આવેલા ભૂકંપે ભૂસ્તર શાસ્ત્રીઓની ઉંઘ ઉડાડી દીધી હતી. કચ્છની વાગડ ફોલ્ટ લાઈન ફરીથી સક્રિય થાય તો તે ચિંતાજનક બાબત કહી શકાય છે. જાકે ભૂકંપની કોઈ ચોક્કસ આગાહી થઈ શકતી નથી. પરંતુ ગઈકાલે ભૂકંપનો સમયગાળો ઓછો હતો તેને કારણે માલ-મિલ્કત કે જાનહાનિ થઈ ન હતી. સદ્નસીબે ચાર-પાંચ સેકન્ડના ભૂકંપને લીધે મોટી જાનહાનિ ટળી હતી. ભૂકંપનો સમયગાળો વધારે હોત તો પરિÂસ્થતિ શું સર્જાત ?! તે વિચારવા જેવા પ્રશ્ન છે.