ગગનચૂંબી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી
કેરળઃ મિનિટોના ગાળામાં જ વધુ ઈમારત તોડી પડાઈ
કોચી, કેરળના કોચીમાં સરોવરના કિનારે બનેલી અન્ય એક ગેરકાયદે ઈમારતને આજે તોડી પાડવામાં આવી હતી. ૫૫ મીટર ઉંચી ઇમારત જૈન કોરલ કોવને આજે સવારે ૧૧ વાગે વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. કોચીના મરાદુનગર નિગમ ક્ષેત્રમાં સ્થિત આ ઈમારતને વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવી હતી. ટુકાગાળામાં જ આ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. ૧૪ સેકન્ડના ગાળામાં જ તાસના પતાની જેમ આ ઈમારત તુડી ગઈ હતી. ત્રીજી બહુમાળી ઈમારતને તોડી પાડવામાં આવી હતી. આના વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
૩૨ સેકન્ડના આ વિડિયોમાં ઉચી ઈમારત એકાએક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. તેના નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ ઈમારતને તોડી પાડવા માટે આદેશ આપ્યો હતો. આ પહેલા શનિવારના દિવસે વહીવટી તંત્ર દ્વારા બે ગેરકાયદે ઈમારતોને પણ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવી હતી. દરિયા કાંઠાના નિયમન ક્ષેત્રની જાગવાઈનો ભંગ કરીને નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના લીધે આને તોડી પાડવાના આદેશ કરાયા હતા. આસપાસની તમામ સાવચેતીને ધ્યાનમાં લેવામાં આવી હતી. ચાર ભવ્ય એપાર્ટમેન્ટ પૈકી ત્રણને તોડી પાડવામાં આવ્યા છે. આના નિર્માણ નિયમોનો ભંગ કરીને કરવામાં આવ્યા હતા.
Collapsing dreams of dreamers..in Kerala a huge building demolishing after forcibly vacating its owners, due to its construction in CRZ at Cochin, Maratu. pic.twitter.com/TCQhj2HE9z
— sreekumar (@sreekum66682870) January 12, 2020
આને તોડી પાડવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ જારી કરાયા હતા. આટલી જ ઉચાઈ ધરાવનાર અન્ય એક ઈમારત તોડી પાડવામાં આવી હતી. આની સાથે જ ગયા વર્ષે આવેલા સુપ્રીમ કોર્ટના આદેશની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. શનિવારના દિવસે બે ઈમારતોને તોડી પાડવામાં આવી હતી. શનિવારના દિવસે ઈમારતો તોડી પાડવામાં આવ્યા બાદ ૭૦ હજાર ટનનો કાટમાર એકત્રિત કરાયો હતો. આને દુર કરવામાં ૨૦ ટ્રકોને ૬૦ દિવસનો સમય લાગશે.
ઈમારતોને તોડી પાડવા ૮૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો છે. તે પહેલા આ ઈમારતોનો શનિવારના દિવસે જ ખાલી કરી લેવામાં આવી હતી. શનિવારના દિવસે બે એપાર્ટમેન્ટ બનેલા કુલ ૩૪૩ ફ્લેટ તોડી પડાયા હતા. આ ઈમારત સાત સ્ટાર સુવિધાઓથી સજ્જ હતી. મળેલી માહીતી મુજબ મુંબઈ સ્થિત એન્જીનિયરીંગ કંપનીએ દક્ષિણ આફ્રિકા સ્થિત જેટ ડિમોલેશન કંપનીના નિષ્ણાંતોના મદદથી ઇમારત તોડી પડાઈ છે.