Western Times News

Gujarati News

ગગનયાન : ૧૨ પૈકી ચારની પસંદગી- તાલીમ રશિયામાં

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી ગગનયાન યોજના પર તેજી સાથે કામ ચાલી રહ્યુ છે. આ માનવયુક્ત અંતરિક્ષ ઉડાણ માટે ૨૦૨૨ના શરૂઆતી મહિના માટે ટાર્ગેટ લક્ષ્ય કરવામાં આવ્યા છે. ગગનયાન મિશન માટે પસંદગી પામનાર ૧૨ સંભવિત ભારતીય અંતરિક્ષ યાત્રી પૈકી ચારની પસંદગી રશિયા દ્વારા કરવામાં આવનાર છે. સાથે સાથે રશિયા જ આ ચાર લોકોને ટ્રેનિંગ પણ આપનાર છે.

ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત નવેમ્બર મહિનાથી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ૧૫ મહિના સુધી ચાલનાર છે. આ મિશન પર ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. મિશનના નિર્ધારિત લક્ષ્યાંકોમુજબ ભારત પોતાના ત્રણ અંતરિક્ષ યાત્રીઓને પાંચથી સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલનાર છે.

જ્યાં તેઓ જુદા જુદા પ્રકારના માઇક્રો ગ્રેવિટી ટેસ્ટને અંજામ આપનાર છે. રશિયન ્‌પેશ એજન્સી રોસ્કોમોસના મહાનિર્દેશક દિમિત્રા રોગોજિન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ વચ્ચે મોસ્કોમાં હાલમાં બેઠક યોજાઇ હતી. આ ગાળા દરમિયાન જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન બંને પક્ષોએ મોસ્કો સ્થિત  યુરી ગાગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ચાર ભારતીય અંતરિક્ષ યાત્રીઓને સ્પેશ મિશન માટે તૈયાર કરવાના મુદ્દા પર સહમતિ થઇ ગઇ હતી.

ટ્રેનિંગ ખતમ થઇ ગયા બાદ ચારેય અંતરિક્ષ યાત્રી ભારતમાં પરત ફરશે. સાથે સાથે વર્ષ ૨૦૨૨માં લોન્ચિંગ પહેલા કેટલીક અન્ય તૈયારી પણ કરનાર છે. બંને દેશોએ અંતરિક્ષ યાત્રીઓના દળને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને પક્ષો ટૂંક સમયમાં જ ક્રૂ મેમ્બર માટે સીટો, બારીઓ અને સ્પેશ ડ્રેસના સંદર્ભમાં કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કરશે.

રશિયા સ્પેશ મિશનમાં ભારતને ત્રણ પાસાઓ ઉપર મદદ કરી રહ્યું છે. રશિયામાં ભારતના રાજદૂત બીબી વેંકટેશ વર્માએ કહ્યું છે કે, સહકારને લઇને રશિયા ભારતીય ટીમને તાલીમ આપશે. આ પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન છે. તેમની પાસે આ ક્ષેત્રમાં વધારે અનુભવ રહેલો છે. રશિયા વાસ્તવિક અભિયાનથી પહેલા ટ્રેનિંગ અભિયાન અને ત્યારબાદ જરૂરી પદ્ધતિને લઇને મદદ કરશે.

૨૭મી જૂનના દિવસે રોસ્કોમોસની સહાયક સંસ્થા ગ્લાવકોસ્મોસ અને ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરો દ્વારા અંતરિક્ષ યાત્રીઓની પસંદગી અને ટ્રેનિંગને લઇને સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. મોદીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ચારથી ૬ સપ્ટેમ્બર દરમિયાન રશિયામાં રોકાશે. એ વખતે ગગનયાનની સાથે સ્પેશ કો-ઓપરેશનના બીજા ક્ષેત્રમાં સહકારની રુપરેખા પર ચર્ચા કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.