ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજી મ.સા. ની પાલખીના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા
ગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય જયઘોષસૂરીશ્વજી મહારાજ 13 નવેમ્બર ને ગુરુવારે કાળધર્મ પામ્યા . ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજી તેમની અંતિમ યાત્રા માં લખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તેમની પાલખી ઓપેરા જૈન સંઘ ઉપાશ્રય –પાલડી થી નીકળી હતી . અને બપોરે 4 કલાકે લબ્ધિધાન જૈન સંઘ ખાતે અગ્નિદાહ અપાયો.
આચાર્ય ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વજીની પાલખી ઓપેરા જૈન ઉપાશ્રય થી – પંકજ સોસાયટી , ધરણીધર, નહેરુનગર, શિવરંજની, ઇસ્કોન ચારરસ્તા થઈ આંબલી રોડ પહોચી હતી.જ્યાં પાશ્વ લક્ઝુરિયસ ફ્લેટ ખાતે અંતિમ સંસ્કાર ની વિધિ કરવામાં આવેલ. અંતિમ દર્શન માટે ભાવુકો ઉમટી પડ્યા હતા .
જૈન સંઘ ના અગ્રણી શ્રી અલ્પેશભાઇ શાહે જણાવ્યુ હતું કે રવિવારે એનઆઈડી રિવરફ્રન્ટ ખાતેરાજનગર ના સમસ્ત જૈન સંઘો તરફથી એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.