Western Times News

Gujarati News

ગટર માટે ખોદેલા ખાડામાં એક્ટિવા ચાલક ખાબક્યો

પંચમહાલ: કહેવત છે કે ખાડા ખોદે કે પડે. જાેકે, પંચમહાલના કાલોલમાં આ કહેવાત સાચી નથી નથી. આમ પણ તંત્રના પાપે ચોમાસામાં અનેક ખાડા પડતા હોય છે, જેના પગલે અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. અનેકે હૉસ્પિટલ ભેગા પણ થવું પડતું હોય છે. કાલોલ ખાતે ચાલી રહેલા ગટરના કામ દરમિયાન ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં એક એક્ટિવા ચાલક ખાબક્યો હતો. જે બાદમાં એક્ટિવાને ક્રેનની મદદથી બહાર કાઢવું પડ્યું હતું. જાેકે, ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. મળતી માહિતા પ્રામણે કાલોલ ખાતે રસ્તા પર ખોદેલા એક ખાડામાં એક્ટિવા ચાલક ખાબક્યો હતો.

હાલ કાલોલ નગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે. જાેકે, ગટર યોજનાનું કામ કરતા કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી ખાડાનું બેરિકેટિંગ કર્યું ન હતું. આથી ચાલકને ખાડો હોવાનું ધ્યાન આવ્યું ન હતું. કાલોલની કુમાર શાળા પાસે ગટરનું નાળુ નાખવા માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો. બનાવ બાદ લોકો એકઠા થઈ ગયા હતા. ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી પરંતુ એક્ટિવાને ખાડામાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. હાલોલ-કાલોલ પંથકમાં વરસાદની એન્ટ્રીઃ બીજી તરફ પંચમહાલ જિલ્લાના હાલોલ અને કાલોલ પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હોવાના સમાચાર મળ્યા છે.

પંથકમાં ખૂબ જ ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. બુધવાર રાતથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો. વરસાદના આગમન સાથે ખેડૂતોને ખેતીલાયક વરસાદ થાય તેવી આશા બંધાણી છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પાણી પાણી થઈ ગયું હતું. પાવાગઢ રોડ ઉપર આવેલા મોઘાવાડા રહેણાક વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં આવેલા એક મકાનમાં પાણી ઘૂસી ગયાના સમાચાર પણ મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.