ગઠબંધન સરકારોથી દેશને નુકસાન થઇ રહ્યું હતું: અમિત શાહ
નવીદિલ્હી, મુખ્યમંત્રીથી લઇ વડાપ્રધાન સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજય અને કેન્દ્ર સરકારના વડા તરીકે આજે ૨૦ વર્ષ પુરા કર્યા છે આ પ્રસંગ પર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે વર્ષો સુધી ગઠબંધન સરકારના કારણે દેશની વિદેશ નીતિથી લઇ આર્થિક મોરચા પર નુકસાન થયું.તેમણે કહ્યું કે તેનાથી ભ્રષ્ટાચારમાં વધારો થયો અને ગરીબોને ફકત વોંટ બેંક સમજવામાં આવી.
ગૃહ મંત્રી શાહે કહ્યું કે આજે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે ૨૦ વર્ષ પુરા કર્યા છે તેમણે કહ્યું કે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો કેન્દ્રમાં ગઠબંધનની સરકાર હતી તેમના મુખ્યમંત્રી બન્યાના ૧૦ વર્ષ બાદ સુધી કેન્દ્રમાં ગઠબંધનની જ સરકાર રહી.
શાહે કહ્યું કે આ કારણોથી ભ્રષ્ટ્ચારને પ્રોત્સાહન મળ્યુ રાષ્ટ્રીય સુરક્ષાથી સમજૂતિ થઇ વિદેશ નીતી અને આર્થિક નીતિ નબળી થઇ ગરીબોને ફકત મત બેંક સમજવામાં આવી આ કારણે લોકોમાં લોકતંત્રમાં અવિશ્વાસ પેદા થયો.
એ યાદ રહે કે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાનો પહેલો કાર્યકાળ સાત ઓકટોબર ૨૦૦૧ના રોજ શરૂ કર્યો હતો તે ૨૦૦૨,૨૦૦૭ અને ૨૦૧૨માં ત્રણ વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન જ મોદીએ ૨૦૧૪ની લોકસભા ચુંટણી લડી અને દેશના વડાપ્રધાન બન્યા હતાં.HS