Western Times News

Gujarati News

ગઠિયાએ કાપડના વેપારી પાસે માલ ખરીદી ૧૦.૮૬ લાખ ઓળવ્યા

વેપારીએ ઠગ સામે દાણીલીમડા પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગઠિયો અવારનવાર ફોન નંબર બદલતો રહેતો હતો અને ઓફિસ ખાલી કરી ઘર બંધ કરીને જતો રહ્યો હતો

અમદાવાદ,દાણીલીમડાના કાપડના વેપારી પાસેથી ગઠિયાએ રૂ. ૧૦.૮૬ લાખનો કાપડનો માલ ખરીદીને રૂપિયા ન ચૂકવીને ઠગાઇ આચરી છે. ગઠિયો અવારનવાર ફોન નંબર બદલતો રહેતો હતો અને ઓફિસ ખાલી કરી ઘર બંધ કરીને જતો રહ્યો હતો.

વેપારીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જમાલપુરમાં રહેતા ઇમરાનભાઇ રીંછડીવાલા દાણીલીમડામાં કાપડનો હોલસેલ ધંધો કરે છે. તેમને કાપડના એજન્ટ જનકભાઇ ખત્રી દ્વારા વિજયકુમાર મતાઇ સાથે સંપર્ક થયો હતો. વિજય ઇમરાનભાઇના ગોડાઉન પર જઇને કાપડ જોઇને ધંધાની વાતચીત કરીને ભાવ નક્કી કર્યાે હતો.

બાદ ઇમરાનભાઇએ જનક ખત્રીએ જણાવેલા મસ્કતી માર્કેટમાં રૂ. ૫.૩૫ લાખનો માલસામાન મોકલ્યો હતો. અઠવાડિયા બાદ ઇમરાનભાઇએ રૂપિયા માગતા જનકે બીજો માલ મોકલો બંનેના એકસાથે રૂપિયા આપી દઇશ તેમ જણાવ્યુ હતુ. ઇમરાનભાઇએ બીજો રૂ. ૫.૫૦ લાખનો માલસામાન જનકને આપ્યો હતો. આમ કુલ રૂ. ૧૦.૮૬ લાખનો માલસામાન ઉધારીમાં આપ્યો હતો. ઇમરાનભાઇએ માલના રૂપિયા માગતા જનકે પાંચ ચેક આપ્યા હતા.

આ ચેકો બેન્કમાં ભરતા રિટર્ન થયા હતા. તેથી જનકને ફોન કરતા બંધ આવતો હતો. તે નંબરો બદલતો રહેતો હતો અને ઓફિસે તપાસ કરતા ભાડે હોવાથી ખાલી કરીને જતો રહ્યો હતો, ઘરે પણ મળ્યો ન હતો. ઇમરાનભાઇએ જનક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.