Western Times News

Gujarati News

ગઠિયાએ નોકરી આપવાની લાલચે ૮ લાખ રૂપિયા પડાવી લીધા

અમદાવાદ, લાકડાઉનમાં સાઇબર ક્રાઇમ કરતા ગઠિયાઓએ નવી નવી માડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા છે. જેમાં પેટીએમ કેવાયસી કરવાના બહાને પણ અનેક લોકો સાથે છેતરપિંડીના બનાવ બન્યા છે. ઈસનપુરમાં રહેતા એક સિનિયર સિટીઝનને પહેલા નોકરી આપવાના બહાને પૈસા પડાવ્યા બાદમાં પેટીએેમ કેવાયસી કરવાના બહાને પૈસા પડાવ્યા છે.

ઈસનપુરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ભરતભાઈ વ્યાસને ગત ડિસેમ્બરમાં વોટ્‌સએપમાં નોકરીની જાહેરાતનો મેસેજ આવ્યો હતો. જેથી તેમને ગૂગલ પરથી આ કંપની નું ઇ-મેઈલ એડ્રેસ લઈને તેમના અને તેમના પુત્ર માટે નોકરીની અરજી કરી હતી. જેથી તેમને આ મેઈલ આઈડી પર નોકરી મેળવવા માટે જરૂરી પ્રોસેસ કરીને પ્રોસેસ ફી સહિતના ચાર્જ ચૂકવવા માટે કહ્યું હતું. આમ ફરિયાદી પાસે આ રીતે કુલ ૧ લાખ ૧૧ હજાર પડાવી લીધા હતા.

ત્યારબાદ ૧૯મી મેના દિવસે તેમને પેટીએમ કેવાયસી કરવા માટે મેસેજ આવ્યો હતો. જેથી ફરિયાદીએ મેસેજમાં આપેલ હેલ્પલાઈન પર ફોન કરતા ગઠિયાએ ટીમ વ્યૂઅર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અલગ અલગ ટ્રાન્ઝેકશન કરવીને પૈસા પડાવ્યા હતા. આમ ફરિયાદી સાથે અલગ અલગ બે માડસ આૅપરેન્ડીથી રૂપિયા ૮ લાખ ૩૧ હજારની છેતરપિંડી થતાં તેમને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.