ગઠીયાઓએ OTP મેળવી ડોકટરના ખાતામાંથી 53 લાખ ઉઠાવી લીધા હતા
નવરંગપુરા અમદાવાદની HDFC બેંક (Navrangpura, Ahmedabad) ખાતાનું બેલેન્સ ચેક કરાવતા જમા બેલેન્સ સામે રૂા.રપ લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી.
માલપુરના દંપત્તિ સાથે છેતરપિંડીના બનાવમાં આખરે સાયબર ક્રાઈમનો ગુનો નોંધાયો
ઈન્ટરનેટ બેંક ટ્રાન્જેકશન માટેનો ઓટીપી મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી
મોડાસા, અરવલ્લી જિલ્લાના માલપુરમાં રહેતા મહિલા અને ડોકટર પતિના એચડીએફસી બેંકના મોડાસા અને અમદાવાદ ખાતેના નંબરમાંથી ઈન્ટરનેટ બેંક ટ્રાન્જેકશન માટેના ઓટીપી યેનકેન પ્રકારે મેળવી અજાણ્યા શખસો દ્વારા રૂપિયા પ૩.૭૩ લાખની રકમ ઉપાડી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી.
આ સાયબર બેંકના કસ્ટમર કેર અને સાયબર ક્રાઈમ હેલ્પ નંબર ઉપર અગાઉ જાણ કરી હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતાં આખરે માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ હતી અને પોલીસે બેંક સ્ટેટમેન્ટ અને ફરિયાદ આધારે અજાણ્યા ગઠીયા વિરુદ્ધ સાયબર ક્રાઈમનો ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
માલપુર ગામે ઓમનગર સોસાયટીમાં રહેતા વર્ષાબેન શાહ અને તેમના તબીબ પતિ ડો. મહેશભાઈ શાહનું એચડીએફસી બેંક અમદાવાદ અને મોડાસા ખાતેની બેંકમાં એકાઉન્ટ આવેલ છે. આ બેંક એકાઉન્ટ સાથે ખાતેદારો તેમનો બીએસએનએલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ લીંક કર્યો હતો.
ગત જાન્યુઆરી માસની ર૬ તારીખે બીએસએનએલના સીમકાર્ડવાળો મોબાઈલ બંધ થઈ ગયો હતો જેથી નવરંગપુરા અમદાવાદની એચડીએફસી બેંક ખાતાનું બેલેન્સ ચેક કરાવતા જમા બેલેન્સ સામે રૂા.રપ લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી.
તેમજ દંપતીના એચડીએફસી બેંકના ખાતામાંથી રૂા.૧૯ લાખ અને રૂા.૯.૭૦ લાખ અમદાવાદના એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા જેથી ડો. શાહ દંપતિમાં ચિંતા છવાઈ હતી તેઓનો પાસવર્ડ બદલવા જરૂરી ઓટીપી મળતો નહોતો, તેથી સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન ઉપર કોલ કર્યો હતો.
આમ માલપુરના તબીબના બેંક ખાતામાંથી ગઠીયાએ ઓનલાઈન પ૩.૭૩ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ઈન્ટરનેટ બેંક ટ્રાન્જેકશન માટેનો ઓટીપી મેળવી છેતરપીંડી કરાઈ છે. મોબાઈલ બંધ કરાવીને રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે. અજાણ્યા શખસો સામે ફરિયાદ થઈ છે.