ગઢડાના પૂર્વ કોઠારી સ્વામીને તડીપારની નોટિસ ફટકારાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
રાજકોટ, ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામવલ્લભ સ્વામીને બોટાદ ડે. કલેકટરે ૬ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટીસ આપી છે. પ્રાપ્ત વિગતો મુજબ ૩૦૭ જેવા ગુન્હા અને અલગ અલગ ગુન્હામાં મદદગારી કરવા બદલ તડીપારની નોટિસ ફટકારવામાં આવી છે.
અગાઉ આચાર્ય પક્ષના એસપી સ્વામીને પણ તડીપારની નોટીસ આપવામાં આવી છે. તડીપાર નોટિસ બાબતે ઘનશ્યામવલ્લભ સ્વામી હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરશે તેવું જાણવા મળ્યું છે. વર્ષ ૨૦૦૭ અને ૨-૧૮માં થયેલી ૩૦૭ સહિત જાહેરનામા ભંગ અને અલગ અલગ ગુનાઓમાં મદદગીરી કરવા બદલ ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ધનશ્યામ વલ્લભસ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા બોટાદ, ભાવનદર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અમદાવાદ સહિત ૬ જિલ્લામાંથી તડીપાર માટેની નોટિસ ફટકારી છે.
ગઢડામાં પ્રખ્યાત ગોપીનાથજી મંદિર આવેલું છે. છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે જ વિવિધ પ્રકારવના વિવાદો સર્જાતા રહ્યા છે. થોડા સમય પહેલા બોટાદ જિલ્લાના નાયબ કલેકટર દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીને ૬ જિલ્લામાથી તડીપાર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી.