ગઢડામાં સાંખ્યાયોગી બહેનો વચ્ચે પુજારીનો મામલો વધુ ગરમાયો
(હિ.મી.એ),ગઢડા, ગઢડા ગોપીનાથજી મંદિર તાબા નીચેના લક્ષ્મીવાડીમાં આવેલ મોટી બાના મંદિરમાં પુજા અર્ચના કરવાના મામલે સાંખ્યોગી બહેનો વચ્ચે છેલ્લા દોઢ મહીનાથી સતત કંઇકને કંઇક વિવાદ થઇ રહ્યો છે જે મામલે સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો લક્ષ્મીવાડી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો જાે કે સમગ્ર મામલે આચાર્ય પક્ષની સાંખ્યાયોગીની બહેનો દ્વારા જયાં સુધી મંદિર નહિં ખુલે ત્યાં સુધી ઉપવાલ પર બેસવાની અને આત્મવિલોપન કરવાની ધમકી આપી છે.
એ યાદ રહે કે અગાઉ ગઢડા ગોપીનાથજી મંદિરના વહીવટમાં આચાર્ય પક્ષ હતો. પરંતુ દોઢેક વર્ષ પહેલા મંજિરની ચુંટણીમાં દેવપક્ષ સત્તા પર આવ્યો છે.છેલ્લા ઘણા દિવસથી લક્ષ્મીવાડીમાં આવેલ મોટી બા મંદિરને લઇ બંન્ને પક્ષોની સાંખ્યાયોગી બહેનો વચ્ચે પુજારીને લઇ વિવાદ ચાલી રહ્યો છે આથી મંદિરના ચેરમેન હરીજીવન સ્વામી દ્વારા પોલીસ કાફલો બોલાવી અને ગઢડા ગોપીનાથજી મંદિર તાબાના લક્ષ્મી વાડી મંદિરને અચાનક મસમોટા પોલીસ કાફલા સાથે ઘેરી લઇ અને મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો જયારે મોટી બા મંદિરને હાલ તાળા મારી દેવામાં આવ્યા છે.
ડીવાયએસપી રાજદીપ નકુમે કહ્યું કે પાંચ દિવસ સુધી તાળા મારી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોટી બા મંદિરની પરંપરા તુટતા આચાર્ય પક્ષની સાંખ્યાયોગી બેનો દ્વારા જાે પાંચ દિવસ મોટીબાને થાળ નહિં ધરકાય તો અમે પણ પાંચ દિવસ ઉપવાસ કરીશું તેમજ આ મામલે જાે મંદિર વહેલી તકે નહિં ખોલવામાં આવે તો આત્મવિલોપન સુધીની ચિમકી ઉચ્ચારી છે જયારે મંદિરના ટ્રસ્ટીને પુછતા મંદિર પાંચ દિવસ સુધી બંધ રાખી શકાય નહીં પુજા અર્ચના દીવાબક્કી ખાળ બધુ નિત્યક્રમ મુજબ કરવું જ પડે. HM