Western Times News

Gujarati News

ગઢડા નજીક ઈકો કાર માંથી ફિલ્મી ઢબે પીછો કરી ૭૮ હજારનો દારૂ ઝડપ્યો

મોડાસા : મોડાસા રૂરલ પોલીસે ગઢડા નજીક ઈકો કાર માંથી ફિલ્મી ઢબે પીછો કરી ૭૮ હજારનો દારૂ ઝડપ્યો : સાબરકાંઠા એલસીબીએ ૨૫ હજારનો ઝેન કાર માંથી દારૂ અને શખ્શ દબોચ્યો  અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં નવરાત્રી પર્વના પગલે બંને જીલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથધરતાં એકલ-દોકલ વાહનોમાંથી વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.વાઘેલા અને તેમની ટીમે હિંમતનગર-શામળાજી રોડ પર રાજેન્દ્રનગર ચોકડી નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું શામળાજી તરફથી વિદેશી દારૂ ભરી આવતી ઇકો કારને અટકાવવા જતા કાર ચાલકે રિવર્સ કાર લઈ ડિવાઈડર સાથે અથડાવી યુ-ટર્ન લઈ નાસવા જતા મોડાસા રૂરલ પોલીસે પીછો કરતા હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ઈકો કારના ચાલકે ગઢડા ગામની સીમમાં ઇકો કાર (ગાડી.નં-જી.જે.૦૧.આર.એમ.૮૪૨૪) રોડ સાઈડ ઉતારી દઈ ફરાર થઈ જતા પોલીસે ઇકો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૬ કીં.રૂ.૭૮૦૦૦/- તથા કારની કીં.રૂ.૧૭૫૦૦૦/- મળી કુલ રૂ.૨૫૩૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

સાબરકાંઠા એલસીબી પી.આઈ વી.આર.ચાવડા અને તેમની ટીમે વડાલી નજીક પેટ્રોલિંગ હાથધર્યું હતું બાતમીના આધારે વિદેશી દારૂની ખેપ મારી રહેલી ઝેન કાર (ગાડી નંબર GJ-5-AG-0591 ) આવતા પોલીસ નાકાબંધી જોઈ કાર ચાલક રોડ પર કાર મૂકીને ફરાર થઇ જતા કારમાં બેઠેલા અકતરશા લાલશા ફકીર રહે.દેથલી, સિપાઇ વાસ (ઇન્દીરાનગર) તા.સિધ્ધપુર જી.પાટણ ને દબોચી લઈ કારમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-૨૦૦ કીં.રૂ.૨૫૨૦૦/- અને કારની કીં.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ રૂ.૧૨૫૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક ભરતકુમાર અમરતભાઇ રાવળ રહે.દેથલી, તા.સિધ્ધપુર જી.પાટણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.