ગઢડા શામળાજી ખાતે ચાલતા મનરેગા કામનુ નાયબ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું

ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા મનરેગા નું કામ ચાલુ કરવામાં આવેલ છે. ગઢડા શામળાજી થી ઉંચી ધનાલ જતા રસ્તે ગઢડા ગઢડા શામળાજી ના સ્મશાન સુધી જવાના રસ્તા પર શ્રમિકો દ્વારા માટી કામ ચાલી રહેલ છે, જેનું નિરિક્ષણ કરવા આજરોજ ખેડબ્રહ્મા નાયબ કલેકટર શ્રી કૌશિકભાઈ મોદી, મામલતદાર શ્રી જી ડી ગમાર, તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મનરેગાના ચાલી રહેલા આ કામે મજૂરો માટે કેટલી વ્યવસ્થા છે તેનું ચેકિંગ કરાયું હતું શ્રમીકોને ગરમીમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે પાણીની વ્યવસ્થા , માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સ નું પાલન થાય છે કે કેમ તેનું ચેકિંગ કરાયું હતું. ગઢડા શામળાજી ના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા દરેક શ્રમિકોને છાશ તથા રીપોર્ટર ધીરુભાઈ તથા યસ ટ્રેડિંગ દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી.
આ ઉપરાંત ગઢડા શામળાજી ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી અને ગઢડા શામળાજી ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણે ના કલેકટર શ્રી કૌશિક ભાઈ મોદી, મામલતદાર ગમાર સાહેબ તથા ખેડબ્રહ્મા પી.એસ.આઇ.શ્રી વિશાલ ભાઈ પટેલ નુ શાલ ઓઢાડી તથા ભગવાન શામળિયાના ફોટા આપી સન્માન કર્યું હતું.
ગઢડા શામળાજી ના તલાટી શ્રીએ ગામના વિકાસ વિશે વાત કરેલ અને તળાવ ઉંડુ કરવા, ગામની સરકારી શાળાનું મકાન બનાવવા અડચણરૂપ દબાણ તથા અન્ય રજૂઆતો કરેલ. ખેડબ્રહ્માની નિકુંજ સ્ટેશનરી માર્ટ ના નિકુંજભાઈ ભોગીલાલ ચૌહાણ તથા રાજુભાઈ સિંધીએ તમામ શ્રમિકોની વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું.