Western Times News

Gujarati News

ગણતંત્ર દિવસની પરેડમાં વાયુસેનાની માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરવાની જવાબદારી મહિલા અધિકારીઓને સોંપાઇ

ગણતંત્ર દિવસ પર આકાશમાં ગર્જના કરશે રાફેલ અને સુખોઇ

ગણતંત્ર દિવસ પર જોવા મળશે ભારતની તાકાત

૨૯ ફાઇટર એરક્રાફ્ટ, આઠ કાર્ગો એરક્રાફ્ટ, ૧૩ હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સહિત કુલ ૫૧ એરફોર્સ એરક્રાફ્ટ હવાઈ સ્ટંટ કરશે

નવી દિલ્હી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના ૭૫મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ગુરુવાર (૨૫ જાન્યુઆરી) બપોરે રાજસ્થાનના જયપુર પહોંચશે. તેઓ બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. તેમની યાત્રા જયપુરથી શરૂ થવા જઈ રહી છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમેર કિલ્લો, હવા મહેલ અને જંતર મંતરની મુલાકાત લેશે. આ વખતની પ્રજાસત્તાક દિવસની પરેડ પણ ઘણી ખાસ બનવાની છે. આ વર્ષે ૭૫માં પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતીય વાયુસેનાના ૫૧ વિમાન કર્તવ્યપથ પર ફ્લાઇપાસ્ટ કરવા જઈ રહ્યા છે.

આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન વાયુસેનાની માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરવાની જવાબદારી મહિલા અધિકારીઓને સોંપવામાં આવી છે. સ્ક્વોડ્રન લીડર રશ્મિ ઠાકુર, સુમિતા યાદવ, પ્રતિતિ અલહુવાલિયા અને ફ્લાઇટ લેફ્ટનન્ટ કીર્તિ રોહિલ માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસ પર વાયુસેનાની મા‹ચગ ટુકડીમાં ૧૪૪ એર વોરિયર્સ ભાગ લેવાના છે. ગણતંત્ર દિવસના અવસર પર ફાઇટર પ્લેનનું એક આખું દળ વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનાની નજર સામે ઉડાણ ભરશે. ૨૯ ફાઇટર એરક્રાફ્ટ, આઠ કાર્ગો એરક્રાફ્ટ, ૧૩ હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સહિત કુલ ૫૧ એરફોર્સ એરક્રાફ્ટ હવાઈ સ્ટંટ કરશે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન પણ રાફેલ, સુખોઈ-૩૦, જગુઆર, સી-૧૩૦ અને તેજસ ફાઈટર પ્લેનને અલગ-અલગ ફોર્મેશનમાં ઉડતા જોઈ શકશે. રાષ્ટ્રપતિ મેક્રોન બપોરે ૨.૩૦ વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ જયપુરમાં જ રહેવાના છે. PM મોદી સાંજે ૫.૩૦ વાગ્યે તેમનું સ્વાગત કરશે અને ત્યારબાદ બંને નેતાઓ જંતર-મંતર, હવા મહેલ સહિતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વના સ્થળોની મુલાકાત લેશે. મોદી અને મેક્રોનનો રોડ શો પણ થવાનો છે.

બંને નેતાઓ વચ્ચે સાંજે ૭.૧૫ કલાકે દ્વિપક્ષીય વાટાઘાટો થવાની છે, જેમાં સંરક્ષણ, વેપાર, ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા વગેરે પર ચર્ચા થશે. દ્વિપક્ષીય ચર્ચા બાદ રાષ્ટ્રપતિ મેક્રોન રાત્રે ૮.૫૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે. બીજા દિવસે સવારે તેઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાના છે. પરેડમાં ભાગ લીધા બાદ તેઓ હોટલ પરત ફરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મેક્રોન માટે વિશેષ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ભાગ લીધા બાદ તેઓ શુક્રવારે રાત્રે ૧૦.૦૫ કલાકે દિલ્હીથી પેરિસ જવા રવાના થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.