ગણદેવીમાં એક શાળા ખોલી દેવામાં આવતાં ભારે હોબાળો
નવસારી, કોરોના મહામારીના પગલે રાજ્યભરની તમામ શાળાઓ બંધ જ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યસરકાર દ્વારા ૨૩ નવેમ્બરથી શાળાઓ ખોલવાના ર્નિણયને પાછો ખેંચવામાં આવ્યો છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવીમાં એક શાળા ખોલી દેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૧૨નાં નિયમોને નેવે મુકીને શાળાના ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ અંગેના વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વીડિયોમાં ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓને શિક્ષક શાળામાં જ ભણાવી પણ રહ્યાં છે.
ક્લાસરૂમમાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓને એક શિક્ષક ભણાવી રહ્યાં છે. ભણાવી રહેલા શિક્ષકે સાહેબે તો માસ્ક પણ પહેર્યું નથી. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં વર્ગો શરૂ કરનાર સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના આચાર્યએ વિદ્યાર્થીઓના વાલીઓ પર દોષનો ટોપલો ઢોળી દીધો છે.