Western Times News

Gujarati News

ગણપતિ યુનિવર્સિટીને નર્સિગ ઈન્સ્ટિટ્યૂટ માટે ૫ કરોડનું દાન

મહેસાણા, મૂળે મહેસાણા જિલ્લાના કડી શહેરના વતની એનઆરઆઈ ભૂપેશભાઈ પરીખ અને તેમના પત્ની કુમુદબેનના હસ્તે ગણપત યુનિવર્સિટી-ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિગને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કોલેજ સ્થાપવા માટે રૂપિયા પાંચ કરોડ જેવી મતાબર રકમનું દાન મળ્યું છે,

જે થકી કુમુદ એન્ડ ભૂપેશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિગની સ્થાપના ગણપત યુનિવર્સિટી દ્વારા થશે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અત્યાધુનિક અને એડવાન્સ્ડ ટેકનોલોજીવાળા અને સંપૂર્ણ સુવિધાસભર કલાસરૂમ તેમજ ઈમ્પોર્ટેડ સાધનોથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે.

આ નર્સિગ કોલેજ સમગ્ર રાજ્યમાં સ્થપાયેલી અન્ય નર્સિગ કોલેજ કરતા ભિન્ન અને શ્રેષ્ઠત્તમ હશે જેનો લાભ ગુજરાત રાજ્ય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે. ભૂપેશ પરીખ અને તેમના પત્ની કુમુદબેન મહેસાણા જિલ્લાના કડી શહેરની વતની છે અને છેલ્લા છ દાયકાથી અમેરિકામાં વસે છે. એમણે અમેરિકાથી જ સ્ટ્રક્ચરલ એન્જિનિયરીંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પરીખે અમેરિકાના ગ્લેન્ડેલમાં એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને બિલ્ડર તરીકે પોતાનો વ્યવસાય સ્થાપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.