ગણપતિ વિસર્જન માટે રૂ. 5 કરોડના ખર્ચે થી 60 કૃત્રિમ કુંડ તૈયાર થશે
અમદાવાદ: દેશની સાથે સાથે રાજ્યભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ પ્રતિમાનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવા આવ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રિવરફ્રન્ટ સહિત શહેરના વિભિન્ન સ્થળોએ કુલ 60 કૃત્રિમ કુંડ ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે બનાવાઈ રહ્યા છે. આમ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર સૌથી વધુ ગણેશકુંડ બની રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન માટે ખાસ ગણેશકુંડ બનાવવામાં આવતા હતા. પરંતુ આ વખતે રૂ.5 કરોડના ખર્ચે 60 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મ્યુ. દ્વારા દર વર્ષે અેક કુડ પાછળ પ લાખ પાછળ ખર્ચ કરવામાં અાવે છે જ્યારે ચાલુ વર્ષે અેક કુંડ પાછળ સરેરાશ 8 લાખનો ખર્ચ થશે નોધનીય બાબત અે છે કે અે છે કે વિસર્જની તારીખ નક્કી હોવા છતા અાટલી મોટી રકમ માટે ક્યારે ટેન્ડર પ્રક્રિયા કરવામાં અાવતી નથી માત્ર રાજકીય મડતીયાઅોને સીધી સીધો કોન્ટ્રાક્ટર અાપાવમાં અાવે છે
મ્યુ. કોપોરેશન દ્વારા મધ્યઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોન એમ કુલ સાત ઝોનમાં કુંડ બનાવામાં અાવશે જે પૈકી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 16 ગણેશ કુંડ બનશે. મધ્ય ઝોનમાં 15, ઉત્તર ઝોનમાં 9, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 5, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 5, દક્ષિણ ઝોનમાં 6 અને પૂર્વ ઝોનમાં 4 કૃત્રિમ કુંડ બની રહ્યા છે. ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં ઇન્દિરાબ્રિજ નીચે 240 મીટર લાંબો અને 5.75 મીટર પહોળો અને 3 ફૂટ ઊંડો વિશાળકાય આરસીસી કૃત્રિમ કુંડ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.