ગણપત યુનિવર્સિટી દ્વારા નવા બીએસસી ડેટા સાયન્સ પ્રોગ્રામની શરૂઆત
ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર ટેકનોલોજીએ આઈબીએમના સહયોગથી નવા ‘બીએસસી ડેટા સાયન્સ કોર્સ(પ્રોગ્રામ)’ની રજુઆત કરી છે. આ સહયોગ ડેટા સાયન્સ માટે એપ્લિકેશનને વિકસાવવા અને ઉપયોગ કરવા જ્ઞાન અને કુશળતા સાથે ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને સજ્જ કરશે. ઉપરાંત આઈબીએમ કૅરિઅર એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા અવાર-નવાર અને સતત રજુ થતા સંબંધિત કોર્સિસ વિષે પણ યુનિવર્સિટીના ફેકલ્ટી-મેમ્બર્સને જ્ઞાત કરવામાં આવશે જેથી તે જ્ઞાનનો સમાવેશ બીએસસી ડેટા સાયન્સ ના કોર્સમાં પણ ક્રમશઃ ઉમેરો કરી શકાય.
બીએસસી ડેટા સાયન્સનો આ પ્રોગ્રામ ત્રણ વર્ષનો છે, જેમાં વિદ્યાર્થીઓ ભવિષ્યના વિશ્લેષક – એક ડેટા વૈજ્ઞાનિક બનશે જે વ્યાપક વિશ્લેષણાત્મક અને તકનિકી કુશળતા સાથે ડેટાને સંભાળવા અને તેનું વિશ્લેષણ કરવાના તમામ પાસાં આવરી લેશે. વિદ્યાર્થીઓને તકનીકિ વિષયો જેવા કે ડેટા સાયન્સ, પ્રોગ્રામિંગ, મશીન લર્નિંગ, એલ્ગોરિધમ્સ ડેવલમેન્ટ અને ડેટા મેનેજમેન્ટ તેમજ તેની સાથે સામાજિક વિજ્ઞાન એપ્લિકેશન્સ, સંશોધન પદ્ધતિઓ, ડેટા વિઝ્યુલાઇઝેશન, કોમ્યુનિકેશન અને નિર્ણાયક પ્રતિબિંબ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાઓમાં વ્યાપક શિક્ષણ મળશે.
બીએસસી ડેટા સાયન્સ કોર્સ(પ્રોગ્રામ) વિશે વિદ્યાર્થીઓએ વધુ જાણવા ગણપત યુનિવર્સિટીની અમદાવાદ ઓફિસ –ગણપત યુનિવર્સિટી સિટી ઓફિસ અને માહિતી સેન્ટર, 3જો અને 4થો માળ, ગણેશ મેરિડિયન, બ્લોક – એ, ચાણક્યપુરી રોડ, કારગિલ પેટ્રોલ પંપની સામે, એસ.જી, હાઇવે, અમદાવાદ ખાતે રૂબરૂ આવવાનું રહશે અથવા તેઓ વેબસાઈટ www.ganpatuniversity.ac.inપણ વિઝિટ કરી શકશે.
એક સર્વે અનુસાર ભારતમાં ડેટા વૈજ્ઞાનિકોની માંગ વર્ષ 2023માં અંદાજે 3.50 લાખની થશે. ભારતની નોકરી શોધની પ્રસિદ્ધ સાઈટ –Naukri.com દ્વારા કરાયેલ સર્વેમાં ભારતમાં ડેટા વૈજ્ઞાનિકોની 25 હજારથી વધુની તકો છે. આગામી સમયમાં તેની માંગ સાથે વેતનમાં પણ વધારો થશે. હાલ ડેટા વૈજ્ઞાનિકનું સરેરાશ વેતન પેકેજ રૂ. 7 લાખ જેવું છે જે વધીને 8 લાખ સુધી પહોંચી શકે છે. આ કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીઓએ કોઇ પણ બોર્ડમાંથી 12 કોર્મસ અથવા 12 સાયન્સ પાસ કરેલ હોવું જરૂરી છે.
ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર શ્રી ડૉ. મહેન્દ્ર શર્માએ પ્રોગ્રામની પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે “અમે આ કોર્સની રજુઆત ભવિષ્યમાં સર્જનારી તકોને લઈને કરી છે. અમે સંશોધન કર્યું છે કે અગામી 2023 સુધીમાં ડેટા વૈજ્ઞાનિકો માંગ અંદાજે 3.50 લાખથી પણ વધુને ઊભી થઈ શકે છે. ભવિષ્યમાં સર્જનારી માંગને કેન્દ્રમાં રાખી અમે આઈબીએમના સહયોગથી આ નવા બીએસસી ડેટા સાયન્સ કોર્સની રજુઆત કરીએ છીએ. દેશના આર્થિક-સામાજિક ઉત્કર્ષમાં અને નવા ભારતના ટેક્નોલોજીકલ વિકાસમાં પણ આ ડેટા વૈજ્ઞાનિકો મહત્વનું પ્રદાન કરી શકશે.”
આઈબીએમ નિષ્ણાંતોનું એ જ માનવું છે કે ભવિષ્યમાં આવનારી નોકરીની તક માટે યુવા પેઢીને સ્કિલ-ડેવલપ કરી ઇન્ડસ્ટ્રીની માંગને સંતોષવાની સાથે સાથે ગણપત યુનિવર્સિટીના સહયોગથી પ્રાધ્યાપકોને ટેક્નોલોજીમાં તૈયાર કરવા, પુરતી ટ્રેનીંગ અને સંશોધન પુરા પાડવા છે.