Western Times News

Gujarati News

ગણપથ પાર્ટ – ૧ના શુટિંગ દરમિયાન ટાઇગર શ્રોફ ઈજાગ્રસ્ત

મુંબઇ, બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તેની ફિટનેસ અને શાનદાર ડાન્સ મૂવ્સને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તે અવારનવાર પોતાની ફિલ્મોને લગતા અપડેટ્‌સ પણ ફેન્સ સાથે શેર કરે છે. આ દિવસોમાં તે તેની ફિલ્મ ગણપથ પાર્ટ ૧ નું શૂટિંગ કરી રહ્યો છે.

શૂટિંગ શિડ્યુલ વચ્ચે અભિનેતાઓ તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે. હવે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને જાણકારી આપી છે કે તે શૂટિંગમાં ઘાયલ થયો છે. ફોટામાં જાેઈ શકાય છે કે અભિનેતાને આંખમાં ઈજા થઈ છે. ઈજાના કારણે ટાઈગરની આંખની સમગ્ર સપાટી કાળી અને વાદળી થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસવીર શેર કરતા અભિનેતાએ કેપ્શન લખ્યું, આ ગણપથ ની ફાઈનલ કાઉન્ટ ડાઉન પહેલા થયું હતું.

આપને જણાવી દઈએ કે ટાઈગરે ગયા મહિને યુકેમાં ગણપથનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ એક્શન ડ્રામા ફિલ્મમાં ટાઈગર શ્રોફની સાથે અભિનેત્રી કૃતિ સેનન મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મમાં કૃતિ જસ્સીના રોલમાં જાેવા મળશે. આ જ ફિલ્મમેકર્સ દ્વારા ફિલ્મના ઘણા પોસ્ટર અને મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સંપૂર્ણ એક્શન જાેવા મળી શકે છે.

વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પૂજા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહી છે. આ એક્શન ડ્રામા ફિલ્મ આવતા વર્ષે ૨૦૨૨માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. તે જ સમયે, આ જાેડી ટાઇગરની ડેબ્યુ ફિલ્મ હીરોપંતીમાં જાેવા મળી હતી. આમાં બંનેની કેમેસ્ટ્રી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

જાે ટાઈગરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ‘હીરોપંતી ૨’માં જાેવા મળશે, જેમાં તેની સાથે અભિનેત્રી તારા સુતારિયા જાેવા મળશે. ફિલ્મ ‘ હીરોપંતી ૨’ સાજિદ નડિયાવાલ દ્વારા બનાવવામાં આવી રહી છે અને અહેમદ ખાન નિર્દેશિત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.