Western Times News

Gujarati News

ગણેશ પંડાલમાં અશ્લિલ ડાન્સ થતાં પોલીસ ત્રાટકી

પ્રતિકાત્મક

વલસાડ, આજકાલ ગણેશ ચતુર્થીમાં ભગવાનની પૂજાને બદલે દુષણ વધી રહ્યું છે. અગાઉ ગણેશ ચતુર્થી સમયે દારૂની છોળો ઉછળતી હોય તેવાં વીડિયો વાઈરલ થયેલા છે. તેવામાં હાલમાં ગણેશ ચતુર્થીનો એવો વીડિયો સામે આવ્યો છે કે, જેણે ગુજરાતની સંસ્કૃતિના લીરેલીરા ઉડાવી દીધા છે.

વલસાડના પારડીમાં યુપી-બિહારની જેમ મહિલા ડાન્સરો દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હતો અને તે પણ ગણેશ પંડાલની અંદર. જાે કે, પોલીસે બાતમીના આધારે રેડ પાડતાં દોડધામ મચી ગઈ હતી. અને ડાન્સર યુવતીઓ, આયજકો સહિત ૧૦ લોકોની અટકાયત કરી હતી. હવે ગુજરાતમાં પણ યુપી-બિહાર જેવાં દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. જેમાં મહિલા ડાન્સરો પોતાની અશ્લીલતાનું વરવું સરેઆમ અશ્લીલ પ્રદર્શન કરી રહી હોય છે. અને લોકો તેની મજા માણી રહ્યા હોય છે.

વલસાડના પારડીમાં બાલદા GIDCની પાસે આવેલ ઈશ્વર નગરમાં સોસાયટીમાં ગણેશ મહોત્સવની આડમાં મહિલા ડાન્સરોનો મજા માણવામાં આવી રહી હતી. અહીં બે મહિલા ડાન્સરો દ્વારા અશ્લીલ ડાન્સ કરવામાં આવી રહ્યો હતો. જેને જાેવા માટે પુરુષો જ નહીં, પણ નાનાં બાળકો અને મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા.

આશરે ૨૦૦ જેટલાં લોકોનાં ટોળાંની સામે આ મહિલા ડાન્સરો દ્વારા અશ્લીલ ડાન્સ રજૂ કરવામાં આવતો હતો. એટલું જ નહીં, મહિલા ડાન્સરો જ્યારે ગંદા ઠુમકા લગાવતી ત્યારે તેમનાં પર પૈસા પર ઉડાવવામાં આવતા હતા.

બુધવારની રાત્રે ગણેશ પંડાલમાં ચાલી રહેલાં આ અશ્લીલ ડાન્સની માહિતી પોલીસને મળતાં જ પારડી પોલીસે રેડ પાડી હતી. પોલીસે રંગમાં ભંગ પાડતાં જ અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસથી બચવા લોકોએ દોટ મૂકી હતી. પોલીસે આ મામલે યુપી અને બિહારની બે ડાન્સર યુવતીઓની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસે ૩ ડાન્સરો સહિત ૧૦ લોકોની અટકાયત કરી હતી.

આ ઉપરાંત સ્પીકર, સહિતની સામગ્રી પણ કબ્જે કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે ગણેશ ચતુર્થી પર દૂષણનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અને તેમાં પણ મહિલા ડાન્સરોનાં અશ્લીલ ડાન્સે હદ વટાવી છે. અને નાનાં છોકરાઓની આગળ મહિલાઓ દ્વારા કરવામાં આવતો આ અશ્લીલ ડાન્સ તેમના મન પર કેવી અસર કરશે તેનો પણ વિચાર આયોજકોએ કર્યો ન હતો. ગણેશજીની પૂજા અર્ચનાના સ્થળે જ મહિઓનો આ નગ્ન ડાન્સ કેટલો યોગ્ય ગણી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.