ગણેશ મહોત્સવ દરમયાન પૂજાપો એકત્રિત કરી કંપોસ્ટ ખાતર બનાવવાનો નવતર પ્રોજેક્ટ
રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી,ભરૂચ નગર પાલિકા તથા અન્ય સહકારી કચેરીના સયુંકત પ્રયાસ
(પ્રતિનિધિ) ભરૂચ, (તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ) સામાજીક સેવા ક્ષેત્રે રોટરી ક્લ્બ ભરૂચ નર્મદા નગરી દ્વારા નવતર અભિયાન હાથધરી ગણેશ મહોત્સવ દરમ્યાન પૂજાપો એકત્રિત કરી તેમાંથી કંપોસ્ટ ખાતર બનાવવામાં આવનાર છે.
ગણેશ મહોત્સવ ની ખુબ મોટા પાયે ભરૂચ માં ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રોજરોજ ગણેશ પંડાલો માં ફૂલ હાર સહીત ના પૂજાપો ગણેશજી ને ભકતો દ્વારા ચઢાવવા માં આવે છે.
જે ગમે ત્યાં ફેંકવા કે નર્મદા નદી માં પધરાવવા ના બદલે આ પૂજાપો એકત્રિત કરી તેમાંથી કંપોસ્ટ ખાતર બનાવવાના નવતર પ્રોજેક્ટ નિર્મલરથ રોટરી ક્લ્બ ભરૂચ નર્મદા નગરી દ્વારા જી.પી.સી.બી,બાગાયત વિભાગ અને ભરૂચ નગર પાલિકા ના સહકાર થી પ્રારંભ કરવામાં આવ્યો છે.જેનો ઉદ્દઘાટન સમારોહ ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા ની અધ્યક્ષતા માં યોજાયો હતો.જેઓ એ આ પ્રોજેક્ટ ની પ્રસંશા કરવા સાથે સહકાર ની ખાત્રી પણ આપી હતી.
રોટરી ક્લ્બ ભરૂચ નર્મદા નગરી ના પ્રેસીડેન્ટ શૈલેષ શાહ તેમજ પ્રોજેક્ટ ચેરમેન મિતેષ શાહે આ નવતર નિર્મલરથ પ્રોજેક્ટ અંગે માહિતી આપી ગણેશ મંડળો ને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.નિર્મલરથ પ્રોજેક્ટ હેઠળ શક્તિનાથ,ઝાડેશ્વર તેમજ જુના ભરૂચ ના રૂટ દ્વારા તમામ ગાનહેસ મંડળો ને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું પણ તેઓ એ કહ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સંજય સોની,બાગાયત અને જી.પી.સી.બી ના અધિકારીઓ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને તેઓની સહયોગી સંસ્થાઓ ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. *