ગણેશ વિસર્જન અને તાજીયા પર્વને લઈ સજ્જ થતું ભરૂચ વહીવટી તંત્ર
(પ્રતિનિધિ) ભરૂચ, ગણેશ વિસર્જન અને તાજીયા પર્વ માટે ની વ્યવસ્થાને અંતિમ ઓપ આપવાની કવાયત ના ભાગરૂપે જીલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં અધિકારીઓ અને ગણેશ મંડળો ના સંચાલકો તેમજ તાજીયા કમિટી ની બેઠક મળી હતી.તો અંકલેશ્વર ના પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ ની ટીમે ગણેશ વિસર્જન સ્થળ ની મુલાકાત લઈ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આગામી દિવસો માં ભરૂચ શહેર અને જીલ્લા માં ગણેશ વિસર્જન સાથે ગણેશ મહોત્સવ નું સમાપન થનાર છે.તો બીજી તરફ તાજીયા પર્વ ની પણ ઉજવણી થનાર હોય તેની પૂર્વ તૈયારી ના ભાગરૂપે ભરૂચ જીલ્લા કલેકટર ડા.એમ.ડી.મોડીયાની અધ્યક્ષતા માં પંડિત ૐકાર નાથ ઠાકુર હોલ ખાતે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ,વીજ કંપની સહીત અન્ય સંલગ્ન તમામ વિભાગો ના અધિકારીઓ અને ગણેશ મહોત્સવ સહીત તાજીયા કમિટી ના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક માં ગણેશ વિસર્જન અને તાજીયા શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરી આયોજનની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.
બીજી બાજુ અંકલેશ્વર ના પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને ડી.વાય.એસ.પી એલ.એ.ઝાલા ની અધ્યક્ષતા માં સંલગ્ન વિભાગો ના અધિકારીઓ ની ટીમે ગણેશ પ્રતિમાઓ ના વિસર્જન માટે ના સ્થળ બોરભાઠા નર્મદા નદી તટ,જળકુંડ અને ગોલ્ડન બ્રીજ ની મુલાકાત લીધી હતી.ગણેશ વિસર્જન માટે ક્રેઈન સહિત તરવૈયાઓ ની ટીમ,બોટ અને લાઈટિંગ ની વ્યવસ્થા અંગે ની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપી વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ની સૂચના આપી હતી.
ગણેશ મહોત્સવ ના અંતિમ તબક્કા માં ગણેશ વિસર્જન શોભાયાત્રા અને તાજીયા માટે વહીવટી તંત્ર સજ્જ થઈ રહ્યું હોય ગણેશ મંડળો અને તાજીયા કમીટી પણ સંકલન માં રહી સહકાર આપ્ટે તે આવશયક છે.*