ગણેશ સુગરની સામાન્ય સભા મોકુફ રાખવાનો હુકમ થયો
૩૧.૧૨.૨૦ ના રોજ જે સાધારણ સભા યોજાનાર હતી તેમા સુગરનાં વહીવટદારો દ્વારા વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરી સભામા હાજરી આપવાનો તધલધી નિર્ણય ફરમાવાયો હતો.
ગણેશ સુગર ના વહીવટકર્તાને સભાસદોના હીતને અવગણના કરવા બદલ જાગૃત સભાસદ દ્વારા બોર્ડ ઓફ નોમીનીઝના દ્વાર ખખડાવવાથી વહીવટકર્તાને લપડાક આપી છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ગણેશ સુગરમાં સુગરના વહીવટકર્તાની જો હુકમી સામે સભાસદોનું અહીત કરી પોતાની મનમાની કરી ખોટી કાર્યવાહી કરવાની સામે કેટલાક જાગૃત સભાસદો દ્વારા સભાસદોના હીત અને અધિકારો માટે નામદાર બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ વડોદરા ખાતે સાધારણ સભા બાબતે ઘા નાખતા કેસ ની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.વહીવટકર્તાની સામે નામદાર કોર્ટ દ્વારા સ્ટે મળતા ગણેશ સુગર ની સાધારણ સભા મુલતવી રાખવાની ફરજ પડી છે.
ગણેશ સુગરની વ્યવસ્થાપક અને સુગરના કેટલાક જાગૃત સભાસદો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વહીવટ અને ભ્રષ્ટાચાર બાબતે તથા ચૂંટણી બાબતે હાઈ કોર્ટમાં તથા બોર્ડ ઓફ નોમીનીઝમાં કાયૅવાહી ચાલી રહેલી છે.આ બાબતે ગણેશ સુગર ફેક્ટરીના ડિરેક્ટર સુરેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર રહે.શેઠી તા.માંગરોલ નાએ જણાવ્યું હતું કે વહીવટકર્તાઓ દ્વારા તારીખ ૧૯.૧૨.૨૦ ના રોજ સંસ્થાની વેબસાઈટ પર જાણ કરી હતી.
તારીખ ૩૧.૧૨.૨૦ ના રોજ સંસ્થાની ઓફીસ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સાધારણ સભાની જાણ કરી દેતા તથા સંસ્થાના નોટિસ બોર્ડ પર માત્ર નોટીસ દ્વારા જાણ કરી દેવામા આવી હતી.તેનાથી નારાજ થયેલ સભાસદ દ્વારા સભાસદોના હીત અને અધીકાર માટે બધાંજ પુરાવા સાથે નામદાર બોર્ડ ઓફ નોમીનીઝ વડોદરા ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સુગરના વ્યવસ્થાપકોને સુનાવણીને પુરાવા સાથે હાજર રહેવાનું કહેતા કેસમાં અરજકર્તા સભાસદ દ્વારા પેટા કાયદા ની કલમ માં છે કે તા.૩૧.૧૨.૨૦ ના રોજ બોલાવેલ સુગરની સાધારણ સભા ગેરબંધારણીય છે.જેમાં ગણેશ સુગરના સભાસદોના હીત અને અધિકારોને નૂકશાનકારક છે.
સાધારણ સભા અંગેની જે નોટિસ વેબસાઈટ તથા નોટિસ બોર્ડ પર લગાવેલ છે તે ખોટી છે તથા સભાસદોને બંધનકર્તા નથી,સાધારણ સભાની નોટીસ તથા એની કાર્યસુચી પેટા કાયદાની જોગવાઈ હેઠળ ૧૪ દિવસ પહેલા વર્તમાનપત્રમાં કાર્યસુચી સાથે પ્રકાશીત થવી જોઈએ તથા ૧૪ દિવસ પહેલા દરેક સભાસદોને વાર્ષિક એહવાલ રૂબરૂ મળી જવા જોઇએ.
વાર્ષિક સાધારણ સભા વર્ષમાં એક વખત આવતી હોય દરેક સભાસદોને હીસાબ જોવાનો, પ્રશ્નો પુછવાનો અધિકાર છે.વાર્ષિક સાધારણ સભા એ સર્વોપરી તથા સુપ્રીમ ઓથોરિટી છે.જેથી એના હીત અને અધીકાર પર વહીવટકર્તા તરાપ ન મારી શકે.
જાગૃત સભાસદનો વ્યવસ્થાપક વહીવટકર્તા પર સીધો આક્ષેપ છે કે સભાસદોને સરકારની ગાઈડ લાઈન ના બહાના હેઠળ પોતાની મનમાની કરી સભાસદોને અંધારામાં રાખી ખોટા ઠરાવો કરવાના ઈરાદે માત્ર ૧૦૦ સભાસદો પોતાના હાજર રાખી સભાસદોના હીત અને અધિકારો છીનવવા ની સાજીસ હતી પણ નામદાર બોર્ડ ઓફ નોમીનીઝ માં કેસ મુકવામાં આવતા અરજદારની દલીલોને નામદાર કોર્ટ દ્વારા માન્ય રખાતા સભાસદોના અધિકારો તથા હીતો ની રક્ષા માટે સાધારણ સભા પર સ્ટે આપ્યો છે. સભાસદો જાગૃત રહી પોતાના અધિકારો માટે લડશે તો સંસ્થા માં ખોટી કાર્યવાહી તથા ખોટા નિર્ણયો પર રોક લાગશે તેમ વર્તમાન ડિરેક્ટરે જણાવ્યુ હતુ.