ગણેશ સુગર વટારીયામાં કસ્ટોડિયન તરીકે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક

(પ્રતિનિધિ) ભરૂચ, ગણેશ સુગર વટારીયા ફેક્ટરીમાં છેલ્લા કેટલા સમયથી વહીવટ કર્તાઓના કારણે વિવાદો ચાલ્યા કરે છે.આ વિવાદ વચ્ચે ખાંડ નિયામક ગાંધીનગર દ્વારા ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવાનો હુકમ કર્યો છે.
ગણેશ સુગરના બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદત પુરી થતા કોરોના સહિતના અનેક મુદ્દાઓથી ચૂંટણી પાછળ ઠેલાઈ રહી હતી.ગણેશ સુગર ફેક્ટરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદત તા.૧૨.૬.૨૦ ના રોજ પૂરી થતા કોરોના મહામારીના કારણે વખતો વખત મુદત લંબાવવામાં આવી હતી.
ત્યાર બાદ કલેક્ટરે મંજૂરી લેવા માટે જણાવતા અને કાર્યવાહી થતાં આંખો મુદ્દો બોર્ડ ઓફ નોમિનીઝ માં જતા ચૂંટણી પર મનાઈ હુકમ આવ્યો હતો જેના કારણે આખો મુદ્દો ટલ્લે ચડી ગયો હતો.આ બાબતે કિરણ નવનીતભાઈ પટેલ નાઓએ ગણેશ સુગરમાં કસ્ટોડિયન નિમણુક કરવા માટે રજૂઆત કરી હતી.
ગુજરાતના ખાંડ નિયામક પીએમ જાેશીએ તેમની સત્તાની રૂએ ગણેશ સુગર ફેકટરીમાં એક વર્ષ માટે અથવા નવી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી થાય ત્યાં સુધી અથવા અન્ય હુકમ થાય ત્યાં સુધી ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારને કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે.