ગત ચોવીસ કલાકમાં ૪૫, ૫૭૬ કોરોનાના નવા કેસ
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના દૈનિક મામલામાં એકવાર ફરી વધારો નોંધાયો છે બુધવારે સામે આવેલા ૩૮,૬૧૭ મામલાની સરખામણીમાં ગત ૨૪ કલાકમાં ૪૫,૫૭૬ નવા સંક્રમિત મળ્યા છે સંક્રમિતોની સંખ્યામાં વધારો સરકારની ચિંતાઓ વધારી રહી છે. જાે કે રાહતની વાત એ છે કે સંક્રમણમુકત થનારા દર્દીઓની સંખ્યા વધીને ૮૩ લાખને પાર પહોંચી ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના ૪૫,૫૭૬ નવા મામલા સામે આવ્યા છે.આ દરમિયાન કોવિડ ૧૯થી જાન ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૫૮૫ થઇ ગઇ છે. જયારે દેશમાં અત્યાર સુધી કુલ ૮૩,૫૮,૪૮૪ લોકો આ ખતરનાક વાયરસની ચપેટમાં આવી ચુકયા છે.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સક્રિય મામલાની સંખ્યા સતત પાંચ લાખથી ઓછી બનેલ છે વર્તમાનમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૪,૪૩,૩૦૩ છે ગત ચોવીસ કલાકમાં તેમાં ૩,૫૦૨ની કમી થયેલ છે. આંકડા અનુસાર દેશમાં વાયરસથી ઠીક થનારા દર્દીઓની કુલ સંખ્યા વધીને ૮૩,૮૩,૬૦૩ થઇ ગઇ છે.
ગત ૨૪ કલાકમાં ૪૮,૪૯૩ દર્દી વાયરસથી ઠીક થઇ ગયા છે અને હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા છે. જયારે દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી કુલ ૧,૩૧, ૫૭૮ દર્દીઓના મોત નિપજયા છે.