Western Times News

Gujarati News

ગત સપ્તાહે બ્રિટનથી આવેલ ૨૨થી વધુ કોરોના પોઝિટીવ

નવી દિલ્હી, બ્રિટનથી છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ભારત આવનારા કમ સે કમ ૨૨ પેસેન્જર કોરોના પોઝિટિવ મળ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઇ દુનિયાભરમાં ચેતવણીની વચ્ચે પેસેન્જર સંક્રમિત મળ્યા છે. કોરોનાના નવા મ્યુટેશન સ્ટ્રેન વધુ સંક્રમિત મનાય છે અને સૌથી પહેલાં બ્રિટનમાં તેની ઓળખ થઇ છે. અધિકારીઓએ કહ્યું કે બ્રિટન કે બ્રિટન થઇને આવેલા ૧૧ લોકો દિલ્હીમાં પોઝિટિવ મળ્યા છે જ્યારે ૮ અમૃતસર, બે કોલકત્તા અને ૧ વ્યક્તિ ચેન્નાઇમાં પોઝિટિવ છે. સરકારે કહ્યું કે હજી સુધી કોરોના નવા સ્ટ્રેન સાથે જાેડાયેલો એક પણ કેસ સામે આવ્યો નથી.

બ્રિટિશ ઉડાનો પર બુધવારથી પ્રતિબંધ લાગૂ થયાના પહેલાં બે દિવસમાં બ્રિટનથી આવનારા તમામ યાત્રીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે. આ પેસેન્જર્સના કોરોના ટેસ્ટના પરિણામ આવવા સુધી એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા. તેમાં જે પણ વ્યક્તિ કોરોના સંક્રમિત જાેવા મળ્યા તેમના સેમ્પલ લેબ જેમકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે જેવી જગ્યા પર મોકલ્યા છે. જેથી કરીને મ્યુટેંટ કોરોના વાયરસના સ્ટ્રેનની ખબર પડી શકે. તમામ રાજ્યોની સરકારી એજન્સીઓ છેલ્લાં એક મહિનામાં બ્રિટનથી ભારત આવનારા દરેક પેસેન્જરની ભાળ મેળવવામાં લાગી ગયું છે.

આ પેસેન્જરને ઓછામાં ઓછા બે સપ્તાહ માટે સઘન દેખરેખ રાખવાનું કહ્યું છે. ભારતે બ્રિટનથી આવતી-જતી ફ્લાઇટસ પર ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઇ એ બ્રિટનના આ ખતરનાક સ્ટ્રેનને જાેતા આ નાઇટ કર્ફ્‌યૂ લાગુ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનથી આવનાર પેસેન્જર્સે એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જાેવા પર ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનને રોકવા માટે લાગૂ કરેલી સરકારી એજન્સીઓના નિયમ ભ્રમ પેદા કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.