ગત સાત વર્ષમાં ભાજપની સફળતાનો શ્રેય મોદીને જાય છે : સંજય રાઉત

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે તાજેતરમાં દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે વડાપ્રધાન દેશ અને ભાજપના ટોપના લીડર છે.રાઉતને પુછવામાં આવ્યું હતું કે મીડિયામાં અહેવાલો આવે છે કે આરએસએસ રાજયોની ચુંટણીમાં રાજયના નેતાઓને ચહેરાના રૂપમાં રજુ કરવા પર વિચાર કરી રહ્યું છે એવામાં શું તેમને લાગે છે કે મોદીની લોકપ્રિયતા ઓછી થઇ છે. તેવા સવાલ પર રાઉતે કહ્યું કે હું તેના પર ટીપ્પણી આપવા માંગતો નથી મેં મીડિયામાં આવેલ અહેવાલો જાેયા નથી આ બાબતમાં કોઇ સત્તાવાર નિવેદન પણ આવ્યું નથી
સંજય રાઉતે કહ્યું કે ગત સાત વર્ષમાં ભાજપની સફળતાનો શ્રેય મોદીને જાય છે.તે હાલ દેશ અને પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતા છે.શિવસેનાના રાજયસભાના સભ્ય રાઉતે ઉત્તર મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે તેમણે જલગાંવમાં પત્રકારોને આ વાત કહી હતી.તેમણે કહ્યું કે શિવસેનાનું હંમેશાથી માનવું છે કે વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે કોઇ એક પાર્ટીના નહીં. રાઉતે કહ્યું કે આથી વડાપ્રધાને ચુંટણી અભિયાનમાં સામેલ થવું જાેઇએ નહીં કારણ કે તેનાથી સત્તાવાર મશીનરી પર દબાણ પડે છે. માનવામાં આવી રહ્યું છે કે રાજયોની વિધાનસભા ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારને લઇને તેમણે આ વાત કહી છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે જાે મોદી ઇચ્છે તો તેમની પાર્ટી વાધ ( શિવસેનાનું ચુંટણી પ્રતિક)થી દોસ્તી કરી શકે છે.તેના પર રાઉતે કહ્યું કે વાધની સાથે કોઇ દોસ્તી કરી શકે નહીં વાધ જ નક્કી કરે છે કે તેને કોઇની સાથે દોસ્તી કરવાની છે.
ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસની બાબતમાં પુછવા પર તેમણે કહ્યું કે આ સંગઠનને મજબુત કરવાના શિવસેનાના પ્રયાસોનો હિસ્સો છે. રાઉતે કહ્યું કે મહા વિકાસ આઘાડીમાં સામેલ તમામ પક્ષોને પોતાનો આધાર વધારવાનો અને પાર્ટીને મજબુત કરવાનો અધિકાર છે આ સમયની જરૂરત પણ છે. અમે એક બીજાની સાથે સંકલનને મજબુત કરવા માટે બેઠકો પણ કરી રહ્યાં છીએ