ગત ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૯૮૧ દર્દી,૩૯૧ના મોત
નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં ઘટાડાનો સિલસિલો જારી છે રવિવારે સામે આવેલા ૩૬,૦૧૧ મામલાની સરખામણીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૨,૯૮૧ નવા મામલા નોંધાયા છે જયારે કોરોનાના સક્રિય મામલાની સંખ્યા પહેલીવાર ચાર લાખથી ઓછી થઇ ગઇ છે.બીજી તરફ સંક્રમણમુકત દર્દીઓની સંખ્યા વધીને ૯૧ લાખથી વધુ થઇ ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ચોવીસ કલાકમાં કોરોના વાયરસના ૩૨,૯૮૧ નવા મામલા સામે આવ્યા છે આ દરમિયાન કોરોનાની ચપેટમાં આવી ૩૯૧ લોકોના મોત નિપજયા છે જયારે દેશમાં કોવિડ ૧૯ના કારણે ૯૬,૭૭,૨૦૩ લોકો સંક્રમિત થયા છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમણમુકત દર્દીઓની સંખ્યા વધીને ૯૧,૩૯,૯૦૧ થઇ છે.ગત ૨૪ કલાકમાં ૩૯,૧૦૯ દર્દી સંક્રમણમુકત થયા છે અને સારવાર બાદ હોસ્પિટલથી ઘરે આવ્યા છે. આંકડા અનુસાર દેશમાં કોવિડ ૧૯ના સક્રિય મામલાની સંખ્યા ૩,૯૬,૭૨૯ છે કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દેશમાં ૧,૪૦,૫૭૩ લોકોના મોત નિપજયા છે.HS