ગત ૨૪ કલાકમાં ૧૬ હજારથી વધુ કોરોનાના નવા મામલા
નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં મોટા ધટાડો નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં ૧૬,૪૩૨ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જે હાલના કેટલાક મહીનામાં એક દિવસમાં સામે આવેલ સંક્રમિતોનો સોથી ઓછો આંકડો છે જયારે સંક્રમણમુકત દર્દીઓની સંખ્ વધીને ૯૮ લાખને પાર પહોંચી ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૬,૪૩૨ નવા સંક્રમિત મળ્યા છે.આ રીતે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૨,૨૪,૩૦૩ થઇ ગયા છે જયારે આ દરમિયાન ૨૫૨ લોકોએ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારબાદ કરોનાથી મૃત્યુ પામેલાઓનો આંક વધીને ૧,૪૮,૫૩ થઇ ગયો છે.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમણમુકત દર્દીની સંખ્યા વધી ૯૮,૦૭,૫૬૯ થઇ ગઇ છે.ગત ૨૪ કલાકમાં ૨૪,૯૦૦ દર્દઓએ કોરોનાને પરાજય આપ્યો છે અને સારવાર બાદ ઠીક થઇ ઘરે પાછા ફર્યા છે. જયારે દેશમાં કોરોના વાયરસના સક્રિય મામલાની સંખ્યા ત્રણ લાખથી નીચે બનેલ છે. આંકડા અનુસાર દેશમાં કોવિડ ૧૯ના કુલ સક્રિય મામલાની સંખ્યા ૨,૬૮,૫૮૧ જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે દેશમાં કોવિડ ૧૯ના મામલામાં મૃત્યુ દર ૧.૪૪ ટકા છે જયારે રાષ્ટ્રીય સ્તર પર દર્દીના ઠીક થવાનો દર વધીને ૯૫.૮૨ ટકા થઇ ગઇ છે.
ભારતમાં કોવિડ ૧૯ મામલાની સંખ્યા સાત ઓગષ્ટે ૨૦ લાખના આંકડાને પાર કરી ગઇ હતી જયારે ૨૩ ઓગષ્ટે ૩૦ લાખ,૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખના આંકડાને પાર કરી ગઇ હતી સંક્રમિત લોકોની સંખ્યા ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ ૧૧ ઓકટોબરે ૭૦ લાખ ૨૯ ઓકટોબરે ૮૦ લાખ ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડના આંકડાને પાર કરી ગઇ હતી.HS