Western Times News

Gujarati News

ગદરની સ્ક્રિપ્ટ પહેલીવાર સાંભળીને ગોવિંદા ડરી ગયો

મેં ક્યારેય અભિનેતા ગોવિંદાને રોલ માટે કાસ્ટ કર્યો જ નહોતો : અનિલ શર્માએ આખરે ખુલાસો કરી દીધો

મુંબઈ: આ વર્ષની ૧૫મી જૂને અનિલ શર્માની આઈકોનિક ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ના ૨૦ વર્ષ પૂરા થયા હતા. ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલે લીડ રોલ પ્લે કર્યો હતો ત્યારે ઈન્ટરનેટ પર એવા રિપોર્ટ્‌સ ફરી રહ્યા હતા કે ફિલ્મ માટે પહેલા ગોવિંદા અને કાજાેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એક ન્યૂઝ પોર્ટલ સાથે આ વિશે વાત કરતાં ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું કે, તેમણે ક્યારેય ગોવિંદાને રોલ માટે કાસ્ટ કર્યો નહોતો.

જ્યારે તેઓ ગોવિંદાની ફિલ્મ ‘મહારાજા’ને ડિરેક્ટ કરી રહ્યા હતા ત્યારે તેમણે તેને સ્ટોરી સંભળાવી હતી. ફિલ્મમેકરના જણાવ્યા પ્રમાણે, સ્ટોરી સાંભળ્યા બાદ ‘હીરો નંબર ૧’નો એક્ટર ગોવિંદા ડરી ગયો હતો. કોઈ કઈ રીતે આ પ્રકારની ફિલ્મ બનાવી શકે તે જાણીને તેને થોડું આશ્ચર્ય થયું હતું. આ તે સમય હતો જ્યારે કોઈ પાકિસ્તાન રિક્રિએટ કરતું નહોતું. તેથી, ડિરેક્ટરના કહેવા મુજબ, સની દેઓલ હંમેશાથી ફિલ્મ માટે પહેલી પસંદ હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, ફિમેલ લીડ માટે તે સમયે તેમણે ઘણી હીરોઈનોનો સંપર્ક કર્યો હતો. જાે કે, કંઈ કામ કર્યું નહોતિં અને બાદમાં અમીષા પટેલને સકિનાના પાત્રમાં લેવામાં આવી હતી. ગદરઃ એક પ્રેમ કથા’માં સની દેઓલ હેન્ડપંપ ઉખાડતો હોય તે સીન ખૂબ ફેમસ થયો હતો. આ વિશે અનિલ શર્માએ કહ્યું કે, આ સીનમાં હેન્ડપંપ ઉખડવાની સાથે-સાથે ભાવનાઓનો પણ વિસ્ફોટ હતો.

જે પ્રતિકાત્મક હતું. પરંતુ, બુદ્ધિજીવીઓ આ સીનને સમજી નહીં શકે કારણકે તેઓ તેમાં માત્ર લોજિક શોધતા રહી ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ‘લોકો મને પૂછતા હતા કે શું આ સંભવ છે? મેં કહ્યું કે જ્યારે રામાયણમાં લક્ષ્મણને સંજીવની જાેઈતી હતી ત્યારે હનુમાનજી આખો પહાડ ઉઠાવી લાવ્યા હતા. તારા સિંહ (સની દેઓલ) ભલે હનુમાન ના હોય પણ હેન્ડપમ્પ તો ઉખાડી જ શકે છે. જ્યારે હેન્ડપમ્પનો આ સીન લખાયો ત્યારે ઘણાં લોકો સહમત નહોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.