ગનીએ યૂએઈની રાજધાની અબુધાબીમાં શરણ લીધું

રશિયન મીડિયાના અહેવાલ મુજબ ગની હેલિકોપ્ટરમાં રોકડ સાથે લઈ ગયા, ન આવ્યા તે રનવે પર છોડી ગયા
કાબુલ, અફઘાનિસ્તાન પર તાલીબાનના કબજા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે ગની ક્યાં છે? પહેલા તેઓ તઝાકિસ્તાનથી ઓમાન જવાની વાત થઈ રહી હતી. પરંતુ ખરેખર તેઓ ક્યાં છે તેની જાણકારી સૂત્રોએ આપી છે.
સૂત્રો પ્રમાણે અશરફ ગનીએ હવે યૂએઈની રાજધાની અબુધાબીમાં શરણ લીધું છે. તે અબુધાબીમાં રહેશે. આ પહેલા રશિયાના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનથી ભાગતા રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાના હેલિકોપ્ટરમાં રોકડ રૂપિયા ભર્યા હતા. પરંતુ જગ્યાની કમીને કારણે તેઓ નોટોથી ભરેલી કેટલીક બેગો રનવે પર છોડી ગયા હતા.
રશિયાના સત્તાવાર મીડિયાએ સોમવારે આ દાવો કર્યો હતો. આ વચ્ચે ટોલો ન્યૂઝે જાણકારી આપી છે કે તાલીબાનના રાજકીય કાર્યાલયના સભ્ય અનસ હક્કાનીએ આજે કાબુલમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી છે.
અફઘાનિસ્તાન પર તાલીબાનના કબજા બાદ અશરફ ગનીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદથી રાજીનામુ આપી દીધુ હતું. તેમણે સ્પુતનિક એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે મેં હિંસા રોકવા માટે આ ર્નિણય લીધો. પાછલા રવિવારે તેઓ દેશ છોડી ભાગી ગયા હતા. તો મંગળવારે અફઘાનિસ્તાનના પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે જાહેરાત કરી હતી કે તે દેશમાં જ છે અને કાર્યવાહક રાષ્ટ્રપતિ છે.
અમરૂલ્લાહ સાલેહે ટ્વીટ કરીને કહ્યુ કે, અફઘાનિસ્તાનના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિની ગેરહાજરી, પલાયન, રાજીનામા કે મૃત્યુમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં આપણા દેશની અંદર છું અને કાયદેસર દેખરેખ રાખનાર રાષ્ટ્રપતિ છું. હું બધા નેતાઓ પાસે તેમના સમર્થન અને સમાન્ય સહમતિ માટે સંપર્ક કરી રહ્યો છું.
તેમણે બીજા ટ્વીટમાં અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ કે, હવે અફઘાનિસ્તાન પર જાે બાઇડેન સાથે ચર્ચા કરવી બેકાર છે. તેને જવા દો. અમારે અફઘાનિસ્તાનીઓએ તે સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયતનામ નથી અને તાલીબાન પણ દૂરથી વિયતનામી કમ્યુનિસ્ટની જેમ નથી. યૂએસ-નાટોના વિપરીત હુમલાથી જુસ્સો ગુમાવ્યો નથી અને આગળ અપાર સંભાવનાઓ જાેવા મળી રહી છે. ચેતવણીઓ સમાપ્ત થઈ ગઈ છે.