ગયા વર્ષે દિવાળી બાદ કોરોના વાયરસની પહેલી લહેર આવી હતી
અમદાવાદ, જે દિવસે ગુજરાતમાં કોવિડ-૧૯ના નવા ૩૦ કેસ અને શહેરમાં ૫ કેસ જાેવા મળ્યા હતા, તે દિવસે અમદાવાદ મેડિકલ અસોસિએશનના (એએમએ)ના અધિકારીઓએ લોકોને દિવાળી ઉત્સવ દરમિયાન સાવચેતી ન રાખવા બદલ પરિણામો ભોગવવા વિશે ચેતવણી આપી હતી.
મહામારી ઘણા હદ સુધી ઓછી થઈ ગઈ છે, પરંતુ તે હજી ખતમ નથી થઈ. હાલમાં કેટલીક એવી તસવીરો સામે આવી હતી જેમાં લોકો માસ્ક વગર રખડતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા જાેવા મળ્યા હતા. ગયા વર્ષે પણ, નવરાત્રી અને દિવાળી પહેલા કેસ નિયંત્રણમાં હતા.
પરંતુ આપણે જાણીએ છીએ કે, ગયા વર્ષે કોવિડ-૧૯ની પહેલી લહેર દિવાળી બાદ આવી હતી, તેમ ડો. દિલીપ ગઢવીએ જણાવ્યું હતું. અમે શહેરીજનોને સેનિટાઈઝેશન, માસ્ક પહેરવા અને સુરક્ષિત ડિસ્ટન્સિંગ જાળવવા સહિતના પ્રોટોકોલનું પાલન કરવા માટે વિનંતી કરીએ છીએ.
રસીના બંને ડોઝ લઈ લીધા હોય તેથી આપણે ખુશ ન થવું જાેઈએ. તેમણે આ વાત દિવાળી ૨૦૨૧ માટે ડોક્ટર ઓન કોલ પહેલના લોન્ચ સમયે કરી હતી. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન અસોસિએશનની (એએફપીએ) સાથે, આ પહેલ ૩થી ૯ નવેમ્બર સુધી શહેરીજનોને ટેલિફોનિક સહાય પૂરી પાડશે. એએમએની ઓફિશ્યલ વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ પર આ નંબર ઉપલબ્ધ છે.
એએફપીએના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વછરાજાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે તેઓ વેક્ટર-બોર્ન ડિસીઝને લગતા ફોનની અપેક્ષા રાખી રહ્યા છે, જે શ્વાસ સંબંધિત સમસ્યા, ફૂડ પોઈઝનિંગ, ઈજાઓ અને દાઝી જવાની સાથે શહેરમાં સૌથી વધારે છે. આ સેવાનું ૧૨મું વર્ષ છે અને જ્યારે કેટલાક ડોક્ટરો ઉપલબ્ધ નથી હોતા ત્યારે દિવાળી દરમિયાન અમને લગભગ ૧ હજાર જેટલા કોલ આવે છે.
આ વર્ષે, અમે નિષ્ણાતોના નંબર આપવાના બદલે ફેમિલી ફિઝિશિયનના નંબર આપ્યા છે, જેઓ જાે જરૂર પડે તો નિષ્ણાતો સાથે જાેડાઈ શકે છે, તેમ તેમણે કહ્યું હતું. ડોક્ટરો દર્દીઓને શ્રેષ્ઠ સારવાર માટે માર્ગદર્શન આપશે. અમે ડોક્ટરો વચ્ચે ઝડપી સંકલન માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે’, તેમ પ્રોગ્રામના કોઓર્ડિનેટર ડો. હેતલ શાહે જણાવ્યું હતું.SSS