ગરબાના માધ્યમ સાથે જનજાગૃતિનો સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજનો પ્રયાસ
હેલ્મેટ પહેરી સમાજ ના લોકો ગરબે ધુમ્યા તો કાપડ ની થેલી નું પણ વિતરણ કરાયું. |
ભરૂચ : માં આદ્યશક્તિ ના આરાધના ના પર્વ નવરાત્રી ની ઉજવણી અંતગર્ત ભરૂચ ના સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા હેલ્મેટ અને પ્લાસ્ટીક બેગ અંગે જનજાગૃતિ નો સરાહનીય પ્રયાસ કરાયો હતો.
ભરૂચ શહેર અને જીલ્લા માં વસતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા પરિવારજનો માટે પ્રતિવર્ષ ની નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં સમાજ ના લોકો ગરબે ઘૂમી માં આદ્યશક્તિ ની આરાધના કરી રહ્યા છે.જેમાં વાહનચાલકો માં હેલ્મેટ પ્રત્યે જાગૃતતા કેળવવા ના આશય સાથે સમાજ ના લોકો હેલ્મેટ પહેરી ગરબે ધુમ્યા હતા.આ ઉપરાંત સમાજ ના તમામ લોકો ને કાપડ ની થેલી નું વિતરણ કરી પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ નો માતાજી ના ગરબા ના માધ્યમ થી જનજાગૃતિ નો આ પ્રયાસ ખરેખર અન્યો માટે પણ અનુકરણીય છે.