Western Times News

Gujarati News

ગરમીના દિવસોમાં ઉપયોગીઃ લિંબુ

લિંબુ પાણી સાથે પીવાથી કિડની, આંતરડા અને ફેફસાની કાર્યક્ષમતા વધી જાય છે: પથરીને દુર કરે છે: કોલેસ્ટ્રોલ નીચા સ્તરમાં રહે છે

લિંબુ શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તે પેટના જુદા જુદા રોગને ટાળવામાં મદદરૂપ થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને પણ નીચે રાખવામાં તેની ભૂમિકા ચાવીરૂપ હોય છે. વિટામિન એ, બી અને સી ભરપુર લિમ્બુ પેટ સાથે જોડાયેલા રોગને દુર રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલા પોટેશિયમ, આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી શરીરની રોગ પ્રતિીકારક ક્ષમતામાં વધારો કરે છે.

સાથે ેસાથે એન્ટી ઓક્સીડેન્ટનું કામ પણ કરે છે. સાથે સાથે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી દે છે. રાત્રે ઉંઘી જતી વેળા લિમ્બુ પાણી પીવાથી પણ એસિડીટીની સમસ્યા દુર થાય છે. પેટમાં દુખાવો થવાની સ્થિતિમાં લિંબુ રસમાં આદુ નાખીને પીવાથી રાહત મળે છે. ભોજન બાદ લિમ્બુ થોડાક પ્રમાણમાં લેવાથી પાચનક્રિયા ખૂબ સારી રહે છે. પાણીમાં લિંબુ રસ મિલાવીને પીવાથી કિડની, આંતરડા અને ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

સાથે સાથે પેટની સફાઈ કરવામાં તેની ભૂમિકા રહે છે. લિમ્બુના રસમાં મીઠું નાંખીને પીવાથી પથરી પણ દુર થાય છે. અનેક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખૂબ જ જંગી છે. હવે એક નવા અભ્યાસમાં પણ આ બાબતને સમર્થન મળી ગયું છે.

નિષ્ણાંતોએ કહ્યું છે કે લીંબુમાં વિટામીન સીના પૂરતા પ્રમાણ રહેલા છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિને સ્વસ્થ બનાવવામાં પણ લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અભ્યાસમભાં જણાવવામાં આવ્યું છે કે લીંબુમાં રોગપ્રતિકારક શક્તિનું પણ પ્રમાણ ખૂબ ધારે હોય છે જેથી ઈન્ફેક્શનની તકો પણ ઘટી જાય છે.

લીંબુમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીવાયરલ તત્વો પણ રહેલા હોય છે. જેના લીધે ફ્લુ અને શરદી ગરમી જેવી તકલીફથી પણ રાહત મેળવવામાં લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. લેમન જ્યુસ પીવાની સલાહ તબીબો દ્વારા અભ્યાસના ભાગરૂપે આપવામાં આવી છે. લોહીને સ્વસ્થ બનાવવામાં પણ તેની ભૂમિકા હોવાનો દાવો નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે. શરીરમાંથી ટોક્સીનના પ્રમાણને દૂર કરવામાં તેની ભૂમિકા રહેલી છે.

લેમનનો ઉપયોગ આધુનિક સમયમાં કોસ્મેટિક ક્ષેત્રમાં પણ કરવામાં આવે છ ે.આનો ઉપયોગ એરોમા થેરાપી માટે પણ થવા લાગ્યો છે. ફ્રેશનેસનો અનુભવ થાય તે માટે જુદી જુદી સારવાર માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હાથ અને પગમાં ઓછા પ્રમાણમાં લીંબુ સાથે સંબંધિત પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના પણ ફાયદા રહેલા છે.

િંલંંમ્બુના શ્રેણીબધ્ધ ફાયદા રહેલા છે. તે બાબત પહેલા પણ સાબિત થઈ ચૂકી છે અને હવે પણ નવા અભ્યાસમાં દાવા કરવામાં આવી રહ્યાં છે. લિમ્બુના નિયમિત ઉપયોગ કરવામાં આવે તો કેટલીક બિમારીને તો સરળતાથી ટાળી શકાય છે. જેમાં પથરીના ખતરનાક દુખાવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કિડનીની તકલીફને પણ દુર કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.