Western Times News

Gujarati News

ગરમી વધતા ORS-ગ્લુકોઝની ખરીદી ૩ ગણી વધી

અમદાવાદ, આકાશમાંથી વરસી રહેલા અગનગોળાને કારણે સૌ કોઈ પરેશાન છે. મનુષ્યની સાથે પશુ-પંખી પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોવાથી ઓઆરએસ અને ગ્લુકોઝની ખરીદી વધી છે.

ગયા મહિના કરતાં લોકો આ મહિને ત્રણ ગણી વધારે ખરીદી રહ્યા છે. ઓઆરએસ અને ગ્લુકોઝ શરીરમાં પાણીની અછતની પૂરતી કરતું હોવાથી શહેરના લોકો ઓઆરએસ અને ગ્લુકોઝવાળું પાણી પીએ છે.

આ વસ્તુઓનું અત્યારે જેટલું વેચાણ થઈ રહ્યું છે તે સામાન્ય રીતે મે મહિનામાં થતું હોય છે. ચાલુ વર્ષે અગનગોળા વરસાવતી ગરમી રેકોર્ડ તોડી રહી છે જેના કારણે અમદાવાદીઓએ માર્ચ-એપ્રિલથી જ ORSનું સેવન શરૂ કરી દીધું છે.

ગરમી વધતા લોકો ORS અને ગ્લુકોઝની ખરીદી તરફ વળ્યાં છે, ત્યારે રાજેન્દ્ર પટેલ, ફોર્મલ જનરલ સેક્રેટરી, ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનનું નિવેદન સામે આવ્યું છે.

તેમણે જણાવ્યું છે કે, આ વખતે ગરમીનું પ્રમાણ એ હદે વધ્યું છે કે લોકો ORS અને ગ્લુકોઝની ત્રણ ગણી ખરીદી તરફ વળ્યા છે. શરીરને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે લોકો ORS તરફ વળ્યાં છે.

ગત માર્ચ મહિના કરતા ચાલુ સીઝનમાં ત્રણ ગણી માંગ વધી ગઈ છે. સામાન્ય રીતે ORSની ખરીદી એપ્રિલ અંતમાં અને મે મહિનામાં વધતી હોય છે. પરંતુ ચાલુ સીઝનમાં માર્ચમાં જ લોકોએ ORSનું સેવન કરવા લાગ્યા છે.

કાળઝાળ ગરમીના લીધે અમદાવાદમાં હવે રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. અસહ્ય ગરમી પડતા ઝાડા, ઉલટી, કમળો, ટાઈફોઈડ સહિતના રોગના કેસમાં વધારો થયો છે.

ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ સોલા સિવિલમાં દરરોજ ૯૫૦ દર્દીઓ આવતા હતા તે વધીને હવે ૧૨૦૦ થઈ ગયા છે. વાસી ખોરાક અને ગંદા પાણીના લીધે પણ કેસ વધી રહ્યા છે. જાે કે હાલ કોલેરાનો એક પણ કેસ ના હોવાથી થોડી રાહત મળી છે.

માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલ મહિનામાં અમદાવાદમાં રોગચાળાના કેસમાં વધારો છે. અમદાવાદમાં ઝાડા – ઉલ્ટી, કમળા તેમજ ટાઈફોઈડ જેવા પાણીજન્ય કેસોમાં વધારો થતા તંત્રનો શ્વાસ અધ્ધર થયો છે.

શહેરમાં ગરમીનું પ્રમાણ વધતાં હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ટાઈફોઈડના માર્ચ મહિનામાં ૪ કેસ નોંધાયા હતા જેની સામે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ ૩ કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં ઝાડા – ઉલ્ટીના ૬૦ કેસ સામે એપ્રિલના એક જ અઠવાડિયામાં ૧૨ કેસ નોંધાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.