ગરમ વાતાવરણને કારણે કોરોના વાઈરસ ટકી શકતો નથી
ભારતમાં છએ ઋતુ સારીરીતે ખીલતી હોવાથી ભારતીયોનું આરોગ્ય જો ઋતુચર્યા સારીરીતે પાળવામાં આવે તો સારૂ રહી શકતું હોય છે. એમ કહેવાય છે કે કોરોના ગ્રુપમાં કોરોના જેવા 18 થી 20 પ્રકારના વાઈરસ છે તેમાં આ એક પ્રકારનો વાઈરસ છે જે નવો છે. તેથી તેને કોવિડ-એન નામ આપવામાં આવ્યું છે. તેના માટે એમ કહેવાય છે કે 0.3 માઈક્રોન્સથી પણ તે નાનો છે એટલે કે 300 નેનોમીટરથી તે નાનો છે. જોકે ઈન્ફ્લુએન્ઝા વાઈરસ 80 થી 120 નેનોમીટરનો હોય છે. એટલે કે 0.08 માઈક્રોનનો હોય છે તેનાથી કોરોના વાઈરસ બેક્ટેરીયા જેવો મોટો છે.
જેથી એક સ્વચ્છ રૂમાલ મોઢે બાંધી દેવાથી પણ તે પ્રવેશી શકતો નથી. મોઢેથી અંદર જાય તો પેટમાં એસીડ્સ હોવાથી તે પેટમાં ટકી શકતો નથી એટલે નાક પાસે એરંડિયાના બે ટીપા લગાડી દેવાથી પણ તે વાઈરસ નાક વાટે અંદર જવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. અને એક અભિપ્રાય પ્રમાણે ભારતમાં 28 ડિગ્રીથી જ્યાં વધારે ગરમી હોય ત્યાં કોરોના વાઈરસ આવવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.
સદીઓથી આપણું શરીર બેક્ટેરિયા અને વાઈરસ સાથે જ જીવે છે પરંતુ શરીરની ગરમીને કારણે તેમજ ઈમ્યુનિટી પાવરફુલ હોય તો તે વાઈરસ અસર નથી કરતું. એટલે તાવ આવે ત્યારે તાવ ત્યારે આયુર્વેદ તાવ ઉતારવાને બદલે તાવને પકાવીને કાઢે છે. જેમ દૂધ ગરમ કરવાથી દૂધના બેક્ટેરીયાનો નાશ થાય છે તેમ શરીર ગરમ થવાથી શરીરના રોગગ્રસ્ત વિષાણુઓ નાશ પામે છે. શરીર પોતે જ કુદરતી રીતે પોતાને ગરમ કરે છે જેને આપણે તાવ માનીએ છીએ.