Western Times News

Gujarati News

ગરીબોના ઝુંપડા તોડવાની ધમકી મળતા બાળકો ઘર બચાવવા કલેકટર કચેરી બહાર ધરણા પર બેઠા

(પ્રતિનિધિ) બાયડ, માલપુર ગામના સ્મશાને જવાના રસ્તે કેટલાક ભરથરી પરીવારો વર્ષોથી વસવાટ કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સારંગી વગાડીને ભિક્ષાવૃત્તિ કરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે

થોડા સમય અગાઉ જગ્યા ખાલી કરી અન્ય સ્થળે સ્થળાંતર કરવા અને કાચા ઝુંપડા તોડી પાડવાની કેટલાક શખ્સોએ ધમકી આપતા ભરથરી પરીવારો ફફડી ઉઠ્‌યા હતા ત્યારે ભરથરી સમાજના પરીવારો બાળકો સાથે કલેકટર કચેરીએ ભજન-કીર્તન કરી ઝુંપડા બચાવવા વહીવટી તંત્ર પાસે મદદ માંગી હોવાની સાથે જગ્યા ખાલી કરવા પૂર્વ ભાજપના મહિલા ધારાસભ્ય ભીખીબેન પરમાર અને તેમના પતિ દ્વારા ઝુંપડા ખાલી કરી જગ્યા છોડી દેવા માટે ધમકી આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહીતી અનુસાર,માલપુર ગામ ખાતે કેટલાક ભરથરી પરીવારો વર્ષોથી વસવાટ કરે છે,અહીંથી તહી ખસેડાતા આ પરીવારોને મોડે મોડે છાપરા બાંધવા તંત્ર દ્વારા સરકારી પડતરની જગ્યા ફળવાઈ હતી ત્યારે ફરીથી રંજાડ શરૂ થતા બાળકો સાથે કલેકટર કચેરીએ ધરણા કર્યા હતા.

ભરથરી પરિવારોના બાળકોની લાચારી જાેઈ તંત્ર કે પૂર્વ ધારાસભ્ય અને તેમના પતિ તેમને ઝુંપડા ખાલી નહીં કરાવે તેવી આશાએ બાળકો પણ ન્યાયની માંગ માટે કલેકટર કચેરી પર ધરણા કર્યા હતા. માલપુર નગરમાં સ્મશાન જવાના રસ્તા પર રહેતા ભરથરી પરીવારના લોકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હરિઓમ સ્કૂલ ન હતી.

ત્યારે એ સ્થળ પર ભરથરી પરિવારો રહેતા હતા ત્યારે માલપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય ભીખીબેન પરમારે ધારાસભ્ય હતા ત્યારે સત્તાનો દુરુપયોગ કરી સ્કૂલ બનાવવા સરકારી જમીન પરથી બળજબરી હટાવવામાં આવ્યા હતા અને સ્મશાન રોડ પર રહેવા જતા રહેવા ફરમાન કરતા બીચારા ૧૫ જેટલા ગરીબ પરિવારો ત્યારથી સ્મશાન વાળા રસ્તા પર ઝુંપડા બાંધી રહે છે

પરંતુ છેલ્લા કેટલાક સમયથી પુર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર અને તેમના પતિ માલપુર મામલતદાર કચેરીના અધિકારીઓને મોકલી જગ્યા ખાલી કરી દેવા ધમકી આપવાની સાથે ઝુંપડા તોડી પાડવાની અને જેલમાં પુરી દેવાની ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી ભરથરી પરિવારોને કંઈપણ થશે તો જવાબદારી સરકારની રહેશે તેમ જણાવ્યું હતું*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.