ગરીબોની કસ્તુરી ડુંગળીનો ભાવ રૂ.૧૦૦ સુધી પહોંચ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ નાગરિકોને રડાવી રહી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક બળી જતા મહારાષ્ટ્રથી આવતી ડુંગળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના પગલે આજે ગુજરાતમાં ડુંગળીનો ભાવ રૂ.૧૦૦ને આંબી જતા નાગરિકોને ડુંગળી ખાવી હવે અશક્ય બનવા લાગી છે. બીજીબાજુ ડુંગળીના ભાવે કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે વિદેશોમાંથી ડુંગળીની આયાત શરૂ કરી છે પરંતુ ડુંગળીનો આ જથ્થો આવતા હજુ પણ ૧પ થી ર૦ દિવસ જેટલો સમય લાગશે જેના પરિણામે ડુંગળીના ભાવમાં હાલ કોઈ રાહત મળે તેવી શક્યતા નથી.
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે કૃષિને વ્યાપક નુકસાન થયું છે જેની અસર હવે જાવા મળી રહી છે. ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે અને આ વખતે સમગ્ર મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડયો છે જેના પરિણામે ખેતરોમાં પાક બળી ગયો છે મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક બળી જતાં ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ ઓછુ થયું છે ગુજરાતમાં પ્રતિવર્ષ મહારાષ્ટ્રમાંથી ડુંગળીની મબલખ આવક થાય છે પરંતુ આ વખતે ગુજરાતના એપીએમસીમાં મહારાષ્ટ્રમાંથી ડુંગળીની આવક સાવ ઓછી થઈ ગઈ છે આ પરિÂસ્થતિમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહયો છે.
મહારાષ્ટ્રમાંથી ડુંગળીની આવક ઘટતા ગુજરાતમાં ડુંગળીનો ભાવ નાગરિકોને રડાવી રહયો છે અને રોજેરોજ ડુંગળીના ભાવમાં અસહ્ય વધારો થઈ રહયો છે. એપીએમસી માર્કેટોમાં જ ડુંગળીની આવક સાવ ઘટી જવાના કારણે વહેપારીઓને પણ ડુંગળી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. શાકભાજીનું છુટક વેચાણ કરતા ફેરિયાઓ ડુંગળી ખરીદવાનું ટાળી રહયા છે. જેના પરિણામે આવા વહેપારીઓએ ડુંગળીનું વેચાણ બંધ કરી દીધું છે. જયારે મોટા શાકમાર્કેટોમાં ડુંગળીનો ભાવ આજે ૧૦૦ રૂપિયા પહોંચી જતા મધ્યમવર્ગ અને ગરીબ લોકોને ડુંગળી ખાવી અશક્ય બની ગઈ છે. હજુ પણ ડુંગળીના ભાવમાં વધારો થવાની દહેશત સેવાઈ રહી છે.
ડુંગળીના ભાવને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી ડુંગળીની આયાત શરૂ કરી છે અને આ માલ ખૂબ જ ઝડપથી ભારત સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે પરંતુ ભારતમાં આ ડુંગળીનો જથ્થો આવતા હજુ ૧પ થી ર૦ દિવસ જેટલો સમય લાગશે તેવુ જાણવા મળી રહયું છે. જેના પરિણામે હજુ પણ આ દિવસો દરમિયાન ડુંગળીના ભાવો ૧૦૦ રૂપિયાની સપાટી કુદાવે તેવી સંભાવના છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો ભાવ આજે સફરજન જેટલો થઈ ગયો છે અને આગામી એક સપ્તાહમાં સફરજન કરતા પણ ડુંગળીનો ભાવ વધી જાય તેવી સંપૂર્ણ શક્યતા છે.