ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ પ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/Anaj-1024x683.jpg)
ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઇ રહ્યા છે.
તા. ૩ જી ઓગષ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ અન્વયે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનશ્રી રાજ્યની ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ પ કિલો અનાજની કિટનું વિતરણ કરશે. દાહોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા પણ જાેડાશે. પ્રધાનમંત્રીશ્રી પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.
આ ઉપરાંત દ્ગહ્લજીછ અંતર્ગત અંદાજિત ૭૨ લાખ પરિવારોને (૩.૫ કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત ૮ લાખ ૫૦ હજાર લોકો સહભાગી થશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા સાંસદ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે. દાહોદમાં સવારે ૯.૩૦ કલાકે આ કાર્યક્રમ યોજાવાનો છે. વ્યાજબી ભાવની દુકાન દીઠ ૧૦૦ લાભાર્થી સહભાગી થશે. રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારમાં મોટા કાર્યક્રમોનું પણ આયોજ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ તા.૫ મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવશે.
આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે ૧૨૧ સબ સ્ટેશન તેમજ ૫૬૧ ફીડર દ્વારા ૧૪૦૦ ગામોના આશરે ૧,૧૮,૦૦૦ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે. તદઉપરાંત રૂપિયા ૭૯ કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે.