ગરીબ બનીને RTEમાં પ્રવેશ લેતા પરિવારો પર જાસૂસ નજર રાખશે
અમદાવાદ, પોતાના બાળકોને પ્રતિષ્ઠિત ગણાતી સ્કૂલમાં એડમિશન મળે તે માટે હવે વાલીઓ દ્વારા શિક્ષણનો અધિકાર કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બોલિવૂડની જાણીતી ફિલ્મ હિન્દી મીડિયામની જેમ સારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવે છે.
જેમાં પૈસાવાળા ગરીબની બેઠક લેવા માટે જે પ્રયાસો કરે છે તેના પર ધ્યાન રાખવા માટે સ્કૂલ દ્વારા ખાનગી ડિટેક્ટિવ્સને પણ રાખવામાં આવે છે. જેથી ખોટી રીત રાઈટ ટુ એજ્યુકેશનનો લાભ ઉઠાવતા વાલીઓ સામે પગલા ભરી શકાય.
સ્કૂલોમાં વંચીત બાળકો માટે જે ૨૫% બેઠકો રિઝર્વ રાખવામાં આવે છે તેમાં કોઈ રૂપિયાવાળા ખોટી રીતે પ્રવેશ ના મળેવી લે તે માટે અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી અડધો ડઝન અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં આરટીઈ હેઠળ પોતાના બાળકોના પ્રવેશ મેળવવા માટે વાલીઓએ જમા કરેલા દસ્તાવેજની ચકાસમી માટે જાસૂસી એજન્સીઓને કામગીરી સોંપી છે.
આ બાબતે તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલના યોગેશ શ્રીધર જણાવે છે કે, ભૂતકાળમાં અમારા સ્કૂલના સ્ટાફ દ્વારા કરાયેલી તપાસમાં માલુમ પડ્યું હતું કે કે ૧૦ એવા પરિવારો છે કે જેમની પાસે એકથી વધારે વાહન કે જેમાં કારનો સમાવેશ થતો હોય, ઘરમાં AC હોય, બે બેડરૂમવાળું ઘર હોય અને પિતાનો પગાર ૨૫-૩૫ હજાર રૂપિયા મહિને હોય. આ વખતે અમે આ તપાસ માટે ખાનગી જાસૂસ રાખ્યા છે કે જેઓ ખોટી માહિતી આપનારા શંકાસ્પદ પરિવારોની હકીકતને ચકાશે.
આરટીઈ હેઠળ ઓપન કેટેગરીના પરિવારો કે જેમની વાર્ષિક આવક ૧.૫ લાખ રૂપિયા ઓછી તેમના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જ્યારે અન્ય વર્ગની આવકની મર્યાદામાં વધુ છૂટછાટ આપવામાં આવે છે.
આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી કમલ મંગલ જણાવે છે કે, સ્કૂલ દ્વારા એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે કે જે આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે આવેલા ડોક્યુમેન્ટમાં જણાવેલી બાબતો કેટલી સાચી છે તેની તપાસ કરશે, કારણ કે ભૂતકાળમાં કેટલાક કડવા અનુભવ થયા છે, જ્યાં કેટલાક પરિવારો ગરીબ હોવાની રજૂઆત કરીને પોતાના બાળકનું એડમિશન લીધું હોય અને પછી માલુમ પડે કે તેમની આવક ૫૦,૦૦૦ રૂપિયા છે, ઘરમાં ફ્રીઝ, એસી, એલઈડી, ટીવી સહિતની વસ્તુઓ હોય.” તેમણે વધુમાં જણાવ્યું કે, આરટીઈની બેઠક ગરીબ બાળકો માટે છે અને કોઈની પાસે ગરીબોનો હક્ક છીનવવાનો અધિકાર નથી.
અમદાવાદ ડીઈઓે (જીલ્લા શિક્ષણ અધિકારી) વર્ષમાં સરેરાશ એવી ૫૦ ફરિયાદ આવે છે કે જેમાં આરટીઈ અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લીધો હોવાની ફરિયાદ થતી રહી છે. જેમાંથી માત્ર એક કેસમાં ડીઈઓે દ્વારા વર્ષ ૨૦૨૦માં ફરિયાદ નોંધાવવામાં આવી છે, આવું ગુજરાતમાં પહેલીવાર થયું હતું કે છેતરપિંડી કરનારા અને ખોટા દસ્તાવેજ રજૂ કરીને આનંદ નિકેતન સ્કૂલમાં પ્રવેશ મેળવવા માગતા વાલી સામે કાર્યવાહી થઈ હતી.
અહીં સ્કૂલને જાણવા મળ્યું હતું કે જે પરિવારે ખોટી રીતે પોતાની આવક ૧.૫ લાખથી ઓછી હોવાનું દર્શાવ્યું હતું તેમના ઈન્કમ ટેક્સ રિટર્નમાં ૪.૫ લાખની વાર્ષિક આવક હોવાનું સામે આવ્યું હતું. હિતેન્દ્ર પઢિયાર કે જેઓ અમદાવા શહેરના ડીઈઓે છે તેમણે જણાવ્યું કે, આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ખોટા દસ્તાવેજ રજૂ કરનારા પરિવારો સામે પગલા ભરાશે અને દોષી સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણ વિભાગમાં રહેલા સૂત્રો જણાવે છે કે, આવકનું પ્રમાણપત્ર રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરી આપવામાં આવે છે, પ્રમાણપત્ર લેવા આવનાર વ્યક્તિ પર તેઓ વિશ્વાસ કરે છે કારણ કે તેમની પાસે તેનાથી વિરુદ્ધમાં ચકાસણી માટેનો કોઈ અધિકાર નથી.
જાસૂસી કરતી એજન્સીઓએ પણ સ્વીકાર્યું કે તેઓ હવે સ્કૂલો દ્વારા આવક કરી રહ્યા છે. સ્કૂલ માટે જાસૂસ તરીકે કામ કરતા વ્યક્તિએ પોતાનું કામ જે પ્રકારનું છે તે કારણે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “સ્કૂલ દ્વારા અમને દસ્તાવેજના આધારે સંદિગ્ધ લાગતા પરિવારોની હકીકત જાણવા માટે તેમનું બેગ્રાઉન્ડ ચકાસવા માટે કહેવામાં આવે છે.
આ વર્ષે લગભગ ૬ જેવી સ્કૂલ અમદાવાદની અને ત્રણ જેટલી ગાંધીનગરની સ્કૂલોએ અમને આરટીઈહેઠળ એડમિશન લેતા પરિવારોની તપાસની કામગીરી સોંપી છે.” આ માટે એકવારમાં રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે.SS1MS