ગર્ભવતી-સ્તનપાન કરાવતી મહિલા પણ રસી મૂકાવી શકશે
પહેલી લહેરમાં મહિલામાં સિમ્પ્ટોમેટિક કેસ ૧૪.૨% હતા જ્યારે બીજી લહેરમાં તે વધીને ૨૮.૭ ટકા થઈ ગયા
નવી દિલ્હી: આઈસીએમઆરના હાલના એક સ્ટડી મુજબ ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ કોરોના રસી લઈ શકે છે. કોરોનાની બીજી લહેરમાં ગર્ભવતી અને પ્રસુતિ બાદ મહિલાઓના વધુ સંખ્યામાં મોત થયા છે. આઈસીએમઆરના સ્ટડીમાં આ ખુલાસો પણ થયો છે. ગર્ભવતી મહિલાઓ અને બાળકોને જન્મ આપ્યા બાદની મહિલાઓને લઈને આઈસીએમઆરએ સ્ટડી કર્યો છે. આ સ્ટડી કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કરાયો છે.
પહેલી લહેરમાં તેમનામાં સિમ્પ્ટોમેટિક કેસ ૧૪.૨% હતા જ્યારે બીજી લહેરમાં તે વધીને ૨૮.૭ ટકા થઈ ગયા. એટલે કે વધુ ગર્ભવતી મહિલાઓમાં કોરોનાના લક્ષણો જાેવા મળ્યા. પહેલી લહેરમાં જ્યાં મૃત્યુદર ૦.૭ ટકા હતો ત્યાં બીજી લહેરમાં ૫.૭ ટકા થઈ ગયો. બંને લહેરમાં ડેથ રેટ ૨ ટકા રહ્યો. ૧૫૩૦ મહિલાઓ પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં પહેલી લહેરની ૧૧૪૩ મહિલાઓ અને બીજી લહેરની ૩૮૭ મહિલાઓ પર સ્ટડી કરાયો. સ્ટડી મુજબ આવામાં રસી લેવામાં જ ફાયદો છે.
આઈસીએમઆરએ કહ્યું કે આ સ્ટડી કોવિડ-૧૯ વિરુદ્ધ ગર્ભવતી અને ફિડિંગ કરાવતી મહિલાઓના રસીકરણના મહત્વને દર્શાવે છે. ભારતમાં સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે રસી લેવાની ભલામણ કરાઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠને ગત સપ્તાહે ભલામણ કરી હતી કે જાે ગર્ભવતી મહિલાઓને કોવિડથી વધુ જાેખમ હોય અને તેમને અન્ય બીમારીઓ હોય તો તેમને રસી આપવી જાેઈએ.