ગર્ભાવસ્થા દરમિયાન માતા-પિતા સાથે રહેવું છૂટાછેડાનું કારણ નહિ હોઈ શકે: સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન જાે મહિલા સસરાની જગ્યાએ પોતાના માતા-પિતા સાથે રહે તો એ તલાકનો આધાર નહિ હોઈ શકે. આને એનો પતિ ‘ક્રૂરતાની શ્રેણી’માં નહિ રાખી શકે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જાેસેફ અને ઋષિકેશ રોયની બેન્ચે આ ચુકાદો આપ્યો.
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, “એ સ્પષ્ટ છે કે અરજદારની પત્ની ગર્ભવતી હતી. જેથી તે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. તે સ્વાભાવિક હતું. અરજદારની પત્નીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે તેની ગર્ભાવસ્થા અને બાળકનો જન્મ ખૂબ જ મુશ્કેલી સાથે થયો હતો.
તેથી જાે તેણીએ બાળકના જન્મ પછી થોડો સમય માતા-પિતા સાથે રહેવાનું નક્કી કર્યું છે, તો શા માટે કોઈએ તેના વિશે ચિંતા કરવી જાેઈએ. માત્ર આ આધાર પર છૂટાછેડા માટે મામલો કોર્ટમાં કેવી રીતે લઈ શકાય? પણ પતિએ એવું ન વિચાર્યું. તેણે થોડી રાહ ન જાેઈ.
તેણે વિચાર્યું પણ ન હતું કે તે એક બાળકનો પિતા બની ગયો છે. પત્નીના પિતાનું અવસાન થયું તે હકીકતને અવગણીને છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી.
આ પરિસ્થિતિઓને પત્ની પ્રત્યેની ક્રૂરતા કેવી રીતે ગણી શકાય.’ જાે કે, કોર્ટે આ આધાર પર દંપતીના છૂટાછેડાને પણ મંજૂરી આપી હતી કે બંનેના લગ્ન સંબંધો હવે મરી ગયા છે. બંને ૨૨ વર્ષથી અલગ રહે છે. પતિએ બીજા લગ્ન પણ કર્યા છે. તેથી વધુ સારું રહેશે જાે આ સંબંધને સમાપ્ત માનવામાં આવે. આ ર્નિણયની સાથે જ કોર્ટે અરજીકર્તાને પૂર્વ પત્નીને ૨૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું હતું.
આ મામલો તમિલનાડુનો છે. જેમાં અરજદારે ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. આના થોડા સમય બાદ તેની પત્ની ગર્ભવતી થતાં તે તેના માતા-પિતા પાસે ગઈ હતી. ત્યાં તેના બાળકનો જન્મ ઓગસ્ટ ૨૦૦૦માં થયો હતો. દરમિયાન ફેબ્રુઆરી ૨૦૦૧માં તેના પિતાનું અવસાન થયું હતું.
જેના કારણે તે વધુ સમય માટે સાસરે જઈ શકી ન હતી. તેના આધારે પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ ઉપરાંત ઓક્ટોબર ૨૦૦૧માં બીજા લગ્ન કર્યા. ફેમિલી કોર્ટે ૨૦૦૪માં તેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. પરંતુ પત્નીની અપીલ પર સુનાવણી કરતા મદ્રાસ હાઈકોર્ટે આ ર્નિણયને પલટી નાખ્યો હતો. આ પછી પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.HS