ગર્ભ પાડવાની ના પાડતાં પતિએ પત્નીને હોકી સ્ટીકથી ફટકારી
અમદાવાદ, સેટેલાઈટમાં રહેતી મહિલાએ માણેકબાગ હોલ પાછળ આવેલી સંયોજન સોસાયટીમાં રહેતાં પતિ અને સાસુ વિરુદ્ધમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ફરિયાદ કરી છે. મહિલાએ આક્ષેપ કર્યા છે કે, પતિને ગર્ભ પડાવવાની ના પાડતા હોકીથી મારમાર્યો હતો. આ ઉપરાંત પણ અનેકવાર પતિએ હાથ ઉગામ્યો જેમાં સાસુ પણ તેમના પુત્રનો પક્ષ લેતા હતા. કરિયાવરમાં પણ માતા-પિતાએ કાઈ ના આપ્યાના મ્હેણાં સાસરિયાં મારતા હતા.
માતા-પિતા અને પોતાના અઢી વર્ષના પુત્ર સાથે સેટેલાઈટ વિસ્તારની શ્યામલ રો હાઉસમાં રહેતાં ભૂમિબહેને સાસુ મીતાબહેન અને પતિ વિરુદ્ધ ફરિયાદમાં દહેજ અને મારઝૂડના આક્ષેપો કર્યા હતા.અગાઉ એકવાર સમાધાન થતા પરત સાસરીમાં રહેવા ગયા બાદ પણ પતિ અને સાસુના વર્તનમાં ફેરફાર ના થયાનું પણ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે.
ગત તા.૨૦-૭-૨૦૨૧ના રોજ પતિ વિદિતએ ઝઘડો કરી મારઝૂડ કરતા ભૂમિબહેનને સારવાર માટે હોસ્પિટલ જવું પડ્યું હતું. તેઓ પરત સાસરીમાં ગયા તો પતિ અને સાસુએ ઘરમાં આવવા દીધા નહીં. અવારનવાર બિમાર થતા પુત્રની પણ સાસુ અને પતિ ખબર લેવા ના આવતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.SSS