Western Times News

Gujarati News

ગર્ભ રહી જતાં આરોપીએ ડોકટર સાથે મળી યુવતીની જાણ બહાર ગર્ભપાત પણ કરાવ્યો

Files photo

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરની સરકારી હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીને લગ્નના વાયદા આપી તેની સાથે શારીરિક સુખ માણ્યા બાદ ગર્ભ રહી જતા યુવતીની જાણ બહાર જ તેનો ગર્ભપાત કરાવી દેતા યુવતીએ બેંક મેનેજર યુવાન વિરુધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ નોંધાવી છે.

રીમા (કાલ્પનીક) શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એક સરકારી હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે આશરે બે વર્ષ અગાઉ રીમા ઈન્સ્ટાગ્રામ દ્વારા જયેશ રાવત (રહે. ગાંધીનગર)ના સંપર્કમાં આવી હતી બંને વચ્ચે વાતો વધતા ર૯ વર્ષીય રીમાએ બેંક મેનેજર જયેશ આગળ લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો

૩૧ વર્ષીય જયેશે પણ રીમાને લગ્નની હા પાડયા બાદ તેની સાથે મુલાકાતો કરી હતી ઉપરાંત લગ્ન કરવાના જ છીએ તેવા બહાના હેઠળ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં વિવિધ સ્થળોએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા આ દરમિયાન રીમા જયેશને લગ્ન કરવા માટે વારંવાર દબાણ કરતી હતી જાેકે જયેશ લગ્નની વાતને કોઈને કોઈ બહાના કરી ટાળી દેતો હતો.

આ દરમિયાન રીમાને બે થી અઢી માસનો ગર્ભ રહયો હતો જાેકે જયેશને લગ્ન ન કરવા હોઈ તેણે રીમાને વાતોમાં ફોસલાવી સારવારના બહાને દવાખાને લઈ ગયો હતો. જયાં ડોકટર સાથે મેળ કરી રીમાનું ગર્ભપાત કરાવડાવ્યું હતું એ પછી તેણે પોત પ્રકાશતા રીમા સાથે લગ્ન કરવાની ના પાડતાં તે ભાંગી પડી હતી

બાદમાં સોલા પોલીસ સ્ટેશનમાં જયેશ વિરુધ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. કેસના તપાસકર્તા અધિકારી પીએસઆઈ મકવાણા જયેશની અટક કરીને તેની પુછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરનાર ડોકટરની સામે પણ પગલા લેવા તજવીજ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.