ગર્લફ્રેન્ડને શોપિંગ કરાવતા પતિની પત્નીએ જાહેરમાં ધોલાઈ કરી
મેરઠ: યુપીના મેરઠમાં પતિ-પત્ની ઓર વોહ..નો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મેરઠમાં બનેલી ઘટનામાં એક હોસ્પિટલનો સંચાલક પોતાની ગર્લફ્રેન્ડને લઈને બજારમાં શોપિંગ કરાવવા માટે નિકળ્યો હતો.તેને કદાચ સ્વપ્ને પણ કલ્પના નહીં હોય કે, આ વાતની ખબર પત્નીને પડી જશે અને તે બજારમાં પહોંચી જશે.
જાેકે આવુ જ થયુ હતુ અને હોસ્પિટલ સંચાલકની પત્નીએ પોતાના પતિને રંગેહાથ પકડી લીધો હતો.ગર્લફ્રેન્ડને પતિ શોપિંગ કરાવી રહ્યો છે તે જાેઈને પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.તેણે બજારમાં જ પતિ અને તેની ગર્લફ્રેન્ડની ધોલાઈ કરી નાંખી હતી.
જેના પગલે ભારે હંગામો મચ્યો હતો અને પોલીસ સ્થળ પર પહોંચી હતી.ત્રણેને પોલીસ મથકમાં લવાયા હતા.જ્યાં પતિએ કહ્યુ હતુ કે, હું મારી પત્નીને પહેલા જ છૂટાછેડા આપી ચુક્યો છું.જાેકે તે પોલીસને તેના કોઈ પૂરાવા આપી શક્યો નહોતો.બીજી તરફ પત્નીએ અગાઉ પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હોવાનુ પણ બહાર આવ્યુ હતુ.
મહિલાને પોતાના પતિના લફરા પર પહેલેથી શંકા હતી અને તે પતિનો પીછો કરતા કરતા બજાર સુધી પહોંચી હતી.જ્યાં તેનો પતિ ગર્લફ્રેન્ડ સાથે કપડાની દુકાનમાં નજરે પડ્યો હતો.એ પછી પત્નીએ બંનેની પિટાઈ કરતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.