ગર્લફ્રેન્ડ નિધિ સાથે એક્ટર કરણવીર મહેરાએ લગ્ન કર્યા
મુંબઈ, ‘પવિત્ર રિશ્તા’ સીરિયલના એક્ટર કરણવીર મહેરાએ એક્ટ્રેસ નિધિ શેઠ સાથે લગ્ન કરી લીધા છે. કપલે રવિવારે બપોરે દિલ્હીના ગુરુદ્વારામાં પારંપારિક રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. કરણ અને નિધિના લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. પારંપારિક રિવાજથી લગ્ન બાદ દિલ્હીની જ એક હોટેલમાં મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્નની સામે આવેલી તસવીરમાં જાેઈ શકો છો કે કરણ શેરવાની અને પાઘડી સાથે હેન્ડસમ લાગતો હતો.
નિધિએ ગુલાબી રંગનો એમ્બ્રોઈડરી કરેલો સાદો લહેંગો પહેર્યો હતો. અગાઉ એક્ટરે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને તેના હોમટાઉમ દિલ્હીમાં મર્યાદિત મહેમાનોની હાજરીમાં લગ્ન યોજાશે. કરણે કહ્યું હતું, “અમે લગ્નમાં માત્ર ૩૦ લોકોને આમંત્રિત કર્યા છે પરંતુ અમે અમારા મિત્રો માટે મુંબઈમાં રિસેપ્શન યોજીશું. હું મારા મિત્રોને દિલ્હીમાં આયોજિત લગ્નમાં બોલાવા માગુ છું પરંતુ કોરોનાની સ્થિતિમાં સૌની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આમ કરી શક્યો નથી. કરણ અને નિધિના લગ્નના ફંક્શન ૨૨ જાન્યુઆરીથી શરૂ થયા હતા.
કરણ અને નિધિએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી હતી. કરણે તસવીરો શેર કરતાં લખ્યું હતું, તમામ શરૂઆતોની શરૂઆત, મહેંદી મારા પ્રેમ નિધિ સાથે.લગ્નની તારીખ ૨૪ જાન્યુઆરી નક્કી કરવા અંગે અગાઉ નિધિએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, અમે કેટલીક તારીખોની યાદી બનાવી હતી જેમાંથી એક ડિસેમ્બરમાં પણ હતી.
જાે કે, અમે ૨૦૨૦ને અમારી જિંદગીમાં કાઢી નાખવા માગતા હતા માટે અમે જાન્યુઆરી ૨૦૨૧ પસંદ કર્યું. અમે ઓનલાઈન તપાસ કરી અને ખબર પડી કે ૨૪ જાન્યુઆરી શુભ દિવસ છે. અને મને ખબર પડી કે મારે એ દિવસ શૂટ પણ નથી એટલે અમે આ તારીખ નક્કી કરી દીધી. આપને જણાવી દઈએ કે, કરણવીરના આ બીજીવારના લગ્ન છે. આ પેહલા તેણે દેવિકા મહેરા સાથે લગ્ન કર્યા હતા. જે તેની સ્કૂલ સમયની ક્રશ હતી અને બંને ૨૦૦૯માં છૂટા પડ્યા હતા.SSS